વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના દર્શન કરી ધન્યતા અનુભવતા વિજય પાઉલ શર્મા
ભારત સરકારના કૃષિ ખર્ચ અને ભાવપંચના ચેરમેન વિજય પાઉલ શર્માએ દ્વિદિવસીય નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ મુલાકાત-પ્રવાસમાં ચેરમેન વિજય પાઉલ શર્માના ધર્મપત્ની શ્રીમતી પંકજ શર્મા અને પુત્ર સુસ્મિત શર્મા પણ ચેરમેનની સાથે જોડાયા હતા. ત્યારબાદ ચેરમેન વિજય પાઉલ શર્મા અને તેમની સાથેના મહાનુભાવોએ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હ્રદય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો પણ માણ્યો હતો.
તદ્ઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન થકી અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ કરી હતી.
ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી. તેમણે પ્રોજેક્શન મેપીંગ લેસર- શો પણ રસપૂર્વક નિહાળ્યો હતો.
ચેરમેન વિજય પાઉલ શર્માએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ના કરાયેલા નિર્માણ થકી એકતાનો સંદેશો લોકો સુધી પહોંચશે. અને પ્રવાસીઓ-મુલાકાતીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત વધુમાં વધુ લોકો લે અને અહીંની સંસ્કૃતિથી માહિતગાર થાય. આ મુલાકાત તેમના માટે ઘણી પ્રેરણાદાયક રહી હોવાનું શર્માએ ઉમેર્યુંહતું.
ત્યારબાદ ચેરમેન વિજય શર્માએ વેલી ઓફ ફ્લાવર્સ, સરદાર સરોવર ડેમ, કેકટસ ગાર્ડન, બટર ફ્લાય ગાર્ડન,એકતા મોલ, આરોગ્ય વનની લીધેલી મુલાકાત દરમિયાન સૂર્ય નમસ્કારની બાર મુફઓથી સુશોભિત પ્રવેશદ્વાર, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, ગાર્ડન ઓફ ફ્લાવર્સ, ઇન્ડોર પ્લાન્ટ, એરોમા ગાર્ડન, યોગા ગાર્ડન, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડનની મુલાકાત દરમિયાન નાયબ વન સંરક્ષકશ્રી પ્રતીક પંડ્યાએ વિસ્તૃત જાણકારી આપી હતી. તેમજ કેરળમાં વપરાતી ઉપચાર પધ્ધતિ મુજબના વેલનેસ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.