*રેલવે તંત્રની લોકોને ટ્રેકની ઉપર આવેલ હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયરથી સાવચેત રહેવાની કરાઈ અપીલ* 

*રેલવે તંત્રની લોકોને ટ્રેકની ઉપર આવેલ હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયરથી સાવચેત રહેવાની કરાઈ અપીલ*

અમદાવાદ, સંજીવ રાજપૂત: રેલવે તંત્ર દ્વારા બધા લોકોને જાણ કરવામાં આવે છે કે અમદાવાદ ડિવિઝનના તમામ સેક્શનમાં રેલવે લાઈનો પર 25000 વોલ્ટના ઓવરહેડ વાયરો લગાવવામાં આવ્યા છે. આ 25000 વોલ્ટના વાયરોમાં પતંગની દોરીઓ ફસાઈ હોવાનું જોવામાં આવ્યું છે. રેલવે કર્મચારીઓએ ટ્રેક પર કામ કરતી વખતે આ વાયરોના સંપર્કમાં ન આવે તેની કાળજી લેવી જોઈએ કારણ કે ઇલેક્ટ્રિક શોકને કારણે જીવનું જોખમ રહેલું છે. આ ઉપરાંત સામાન્ય લોકો પણ રેલવે ટ્રેક પાસે પતંગ ઉડાવે છે અને ઓવરહેડ વાયરમાંથી પતંગ કાઢવાનો પ્રયાસ કરે છે. તો સૌને વિનંતી છે કે રેલવે ટ્રેક પાસે પતંગ ઉડાવવાનું ટાળો અને રેલવેના હાઈ વોલ્ટેજ ટ્રેક્શન વાયરમાંથી પતંગ કાઢવાનો પ્રયાસ ન કરે અને સામાજિક હિતને ધ્યાનમાં રાખીને શક્ય તેટલું અન્ય લોકોને આ બાબત ની જાણ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *