ભદામ ગામે હોળી માતાને પગે લાગવા માટે ગામની ભાગોળે ગયેલી મહિલાની દીકરી સાથે જોડતીનો બનાવ.

ભદામ ગામે હોળી માતાને પગે લાગવા માટે ગામની ભાગોળે ગયેલી મહિલાની દીકરી સાથે જોડતીનો બનાવ.
આરોપીએ મહિલા ઉપર લાકડી વડે હુમલો કરતાં મહિલાને ગંભીર ઇજા થતાં ફરિયાદ.
રાજપીપળા,તા. 29
ભદામ ગામે હોળી માતાને પગે લાગવા માટે ગામની ભાગોળે ગયેલી મહિલાની દીકરી સાથે જોડતીનો બનાવ બનતા આ આ બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા આરોપીએ મહિલા ઉપર લાકડી વડે હુમલો કરતાં મહિલાને ગંભીર ઇજા થતાં રાજપીપળા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે ફરિયાદી રેખાબેન જનાભાઇ જીવાભાઇ વસાવા (રહે, કેરાયું ફળિયુ ભદામ )એ આરોપી જયમિનભાઈ વિઠ્ઠલભાઈ વસાવા (રહે, કેરાયું ફળિયું, ભદામ )સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી રેખાબેન પોતાના પતિ તથા છોકરા-છોકરીઓ સાથે હોળીનો તહેવાર હોય જેથી હોળી માતાને પગે લાગવા ગામના ભાગોળે ગયેલી તે વખતે આરોપી જયમીનભાઈની છોકરીનો હાથ પકડેલો જે બાબતે રેખાબેન કહેવા જતા તે એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપી જયમિનભાઈ તેના હાથમાંની લાકડીનો એક સપાટો રેખાબેન અને કપાળ પર મારતા માથામાં ગંભીર ઈજા થઈ હતી.આ બાબતે રાજપીપળા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા