નર્મદા જિલ્લાના ખેડૂતોને પાક નુકસાનમાં સમાવેશ નહીં કરતા રોષ.
નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ બહાદુરસિંગ વસાવાએ જિલ્લા પંચાયતના સચિવ તથા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ખેતીવાડી અધિકારીને પત્ર લખ્યો.
રાજપીપળા,તા.23
નર્મદા જિલ્લાના ખેડૂતોને પાક નુકસાનમાં સમાવેશ નહીં કરતા રોષ જોવા મળ્યો છે.આ બાબતે નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ બહાદુરસિંગ વસાવાએ જિલ્લા પંચાયતના સચિવ તથા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ખેતીવાડી અધિકારીને ગુજરાત સરકાર નર્મદા જિલ્લાના ખેડૂતોને પાક નુકશાન સમાવેશ નહીં કર્યા અંગે પત્ર લખ્યો છે.
જેમાં જણાવ્યું છે કે ચાલુ વિધાનસભામાં ખેડૂતો માટે 3700 કરોડનું પાક જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો નથી.તો શું રાજ્ય સરકાર નર્મદા જિલ્લાના ખેડૂતોને શા માટે અન્યાય કરે છે. ? એ બાબતે તાત્કાલિક રાજ્ય સરકારે જાણ કરી પેકેજમાં સમાવેશ કરવા માટે પ્રજાપતિ વિનંતી કરી છે. નર્મદા જિલ્લામાં મોટાભાગે ભારે વરસાદથી મોટું નુકસાન થયું હોય, નર્મદા જિલ્લાને અગ્રીમતા આપવા ભલામણ કરવા જણાવ્યું છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા