રાજપીપળા,તા.23
ગોરા કોલોની ખાતે માસિકની બીમારી કંટાળીને મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે.આ બનાવની વિગત મુજબ મરનાર ફાલ્ગુનીબેન સુરેશભાઈ ગોહિલ (રહે, ગોરા કોલોની)ને માસિકની બીમારી હોય અને તેનાથી કંટાળીને તેણે નાહવા જવાના બહાને ઘરની પાછળના રૂમમાં જઈ લાકડા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લટકી જઇ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે.આ બાબતની જાણ બબીતાબેન બચુભાઈ માણકાભાઈ તડવી(રહે, ગોરા કોલોની ) એ કેવડીયા પોલીસને કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા