હાલ 10 દરવાજા 1.80 મીટર સુધી ખોલાયા છે.
ભારે વરસાદને પગલે ઓમકારેશ્વર ડેમમાંથી વધુ પાણી છોડાતા ડેમની સપાટી 136.71 મીટર
રાજપીપળા: તા 23
સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ઓમકારેશ્વર ડેમમાંથી વધુ પાણી છોડાતા ડેમની સપાટી 136.71 મીટરે પહોચી છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી જાળવી રાખવા માટે ડેમના 10 ગેટ 1.80
મીટર ખોલી 1,72,496 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે.
જ્યારે મુખ્ય કેનાલમાં પાણીની જાવક 19,256 ક્યુસેકછે .ગેટ દ્રારા અને પાવરહાઉસ દ્રારા નદીમાં પાણીની જાવક – 1,72,496 ક્યુસેક નોંધાઈ છે કુલ પાણીની જાવક( ગેટ+પાવરહાઉસ+કેનાલ) – 1,91,787 ક્યુસેક નોંધાઈ છે .
ઉપરવાસમાંથી વધુ પાણીની આવકને પગલે સરદાર સરોવર નર્મદા ડેમ માંથી 2 લાખથી વધુ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમના કાંઠા વિસ્તારના નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુરના ગામો એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.
એ વિસ્તારના લોકોને નદી કિનારે ન જવાની કડક સૂચના અપાઈ છે. આવનારા સમયમાં નર્મદા ડેમમાં જો વધુ પાણીની આવક થાય તો હજી વધારે માત્રામાં પાણી નર્મદા નદીમાં છોડાઈ શકે એવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.
તેવાં સમયે સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લા કલેકટર દ્વારા જે-તે વિસ્તારના પ્રાંત અધિકારીઓ, TDO, મામલતદાર, તલાટી સહિત અન્ય અધિકારીઓને પૂરતી તૈયારીઓ કરવાની તથા સ્થિતિ પર સતત વોચ રાખવા સૂચનાઓ આપી દેવાઈ છે.
હાલ સરદાર સરોવર નર્મદા ડેમ ના CHPHના 5 અને RBPHના 6 ટર્બાઈન ચાલુ કરી રોજનું કરોડો રૂપિયાનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. તો આગામી સમયમાં સપાટી વધી વૉર્નિંગ લેવલ 22 ફૂટ સુધી જાય એવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.
તસવીર :જ્યોતિ જગતાપ રાજપીપલા