રાજપીપલા,તા.23
મહિલા અને બાળ વિભાગ દ્રારા કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે સહી પોષણ દેશ રોશનના સૂત્રને ચરિતાર્થ કરવા દર વર્ષે પોષણ માહની ઉજવણીરાજપીપલા ખાતે કરવામાં આવે છે, જે અંતર્ગત જિલ્લા નાયબ બાગાયત નિયામક એન.વી.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે આજે પોષણ અભિયાન અંતર્ગત પોષણ માહ સંદર્ભે સેમીનાર યોજાયે હતો.
જિલ્લા બાગાયત નિયામક એન.વી.પટેલે કિચન ગાર્ડન એટલે શું ? કિચન ગાર્ડન કેમ કરવું જોઇએ, કિચન ગાર્ડનમાં બાગાયત પાક કયા વાવી શકાય તે અંગેની વિસ્તૃત સમજ ખેડૂતોને પૂરી પાડી હતી. તેની સાથોસાથ કોવીડ-૧૯ ની મહામારી વચ્ચે કિચન ગાર્ડન-ટેરેસી ગાર્ડનની માંગ, કિચન ગાર્ડનના ફાયદાઓ, કિચન ગાર્ડનમાં ઉપયોગી બિયારણો, ખાતરો, ઋતુ મુજબ લેવાના શાકભાજી પાકો, ફુલ પાકો સહિત સરકારની અન્ય યોજનાકીય અંગેની જાણકારી જિલ્લા મદદનીશ બાગાયત નિયામક અને બાગાયત અધિકારીઓ દ્રારા પૂરી પાડી હતી.
ગુજરાત સરકારના બાયસેગ સ્ટુડિયો મારફતે ઉંબરે આંગણવાડી કાર્યક્રમ દર સોમવારે અને મંગળવારે પ્રસારિત કરવામાં આવે છે,જેમાં આજે ધાત્રીમાતા તથા કિશોરીઓએ માસિક સ્ત્રાવ અને તે દરમિયાન વ્યકિતગત સ્વચ્છતા માટેની પધ્ધતિઓ વિષય પર ટીવી ચેનલ વંદે ગુજરાત-૧ પર, મોબાઇલમાં જીઓ એપ મારફતે ચેનલ વંદે ગુજરાત-૧ પર અને ડબ્લ્યુસીડી ગુજરાત ફેશબુક પેજ પર પૂર્ણા દિવસની ઉજવણી અંતર્ગત જીવંત પ્રસારણ પણ નિહાળ્યુ હતું.
તસવીર : જ્યોતિ જગતાપ , રાજપીપલા