મેડિકલ અને પેરામેડીકલ સ્ટાફ માટે હાલની કોરોના વાયરસ પેન્ડેમિકની પરિસ્થિતિમાં હોસ્પિટલ સ્ટાફના તણાવમુક્તિ માટે એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું.

સેમિનાર દરમિયાન તનાવ ભરી પરિસ્થિતિમાં પણ ખુબ જ રમુજી ભર્યા અંદાજમાં ગંભીર મુદ્દાઓ પણ હળવા બનાવી તનાવ મુક્ત કરવામાં આવી.

નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા મુકામે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ કેમ્પસમાં કાર્યરત કોવીડ -19 હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલ જનરલ હોસ્પિટલ, રાજપીપલા ના ડોકટર્સ, નર્સ, લેબ ટેક્નિશયન્સ તેમજ ડેપ્યુટશન પર આવેલ અન્ય મેડિકલ અને પેરામેડીકલ સ્ટાફ માટે હાલની કોરોના વાયરસ પેન્ડેમિકની પરિસ્થિતિમાં હોસ્પિટલ સ્ટાફના તણાવમુક્તિ માટે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોના વાયરસ પેન્ડેમિક દરમ્યાન ખડે પગે સેવા આપનાર હેલ્થકેર વર્કર્સ પર હાલ ચિંતા અને તણાવનું એક ઘણું મોટું સંકટ છે. કોરોના વાયરસના વધતા જતા કેસ, કોરોના વાયરસથી સંક્રમિત થયેલ દર્દીઓની નજદીક રહી કરવામાં આવતી ડ્યુટી, પરિવારથી દૂર રહી કામ કરવાની મજબૂરી, લાંબા સમય સુધી પીપીઈ કીટ પહેરવી, સતત મોનીટરીંગ વગેરે જેવા અનેક પ્રકારના મુદ્દાઓને લઈ હાલ ડોકટર્સ, નર્સ તેમજ અન્ય હેલ્થકેર વર્કર્સમાં સ્ટ્રેસ, તણાવ, ચિંતા નું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે.
આ ગંભીર મુદ્દે કોઈ આકસ્મિક ઘટના ન બની જાય એની તકેદારીના ભાગ રૂપે નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપલા મુકામે આયુર્વેદિક હોસ્પિટલના કેમ્પસમાં કાર્યરત કોવિડ-19 હોસ્પિટલના હેલ્થકેર વર્કર્સ માટે હોસ્પિટલના તંત્ર દ્વારા એક સ્ટ્રેસ મેનેજમેન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા મનોચિકિત્સક ડો. પ્રશાંત જરીવાલા દ્વારા રમુજભર્યા અંદાજમાં તણાવપૂર્ણ વાતાવરણ ને હળવું કરી હોસ્પિટલના સ્ટાફને તણાવમુક્ત કરવામાં આવ્યા હતા.
જેમાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો. ગુપ્તા, નિવાસી તબીબી અધિકારી ડો. માજીગામકર અને અન્ય અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતિમાં જનરલ હોસ્પિટલ, રાજપીપલાના મનોચિકિત્સક ડો. પ્રશાંત સી જરીવાલા દ્વારા વર્કપ્લેસ સ્ટ્રેસ મેનેજમેન્ટ ફોર હેલ્થકેર પ્રોવાઇડર્સ ડ્યુરિંગ કોવિડ-19 પેન્ડેમિક સેમિનાર દરમ્યાન તણાવભરી પરિસ્થિતિમાં પણ ખૂબ જ રમુજભર્યા અંદાજમાં ગંભીર મુદ્દાઓ પણ હળવા બનાવી તણાવમુક્તિ કરવામાં આવી હતી.
સદર સેમિનારમાં હેલ્થકેર વર્કર્સ પર કયા સંજોગોમાં તણાવ આવી શકે, એ તણાવ કઈ રીતે ઓળખવો, એ તણાવ દૂર કરવા વ્યક્તિ એ શું કરવું તેમજ હોસ્પિટલ તંત્ર એ શું કરવું એ અંગે ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમ દ્વારા તેમજ રમુજી વિડિઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.
ઉપરાંત, આ કોરોના પેન્ડેમિકના તણાવભર્યા વાતાવરણને હળવું કરવા મનોચિકિત્સક ડો. પ્રશાંત દ્વારા એક શાબ્દિક રમત રમાડી સેમિનારમાં હાજર અધિકારીઓ અને કર્મચારીઓને ઇન્સ્ટન્ટ સ્ટ્રેસ-ફ્રી કરી દેવામાં આવ્યા હતા. હાજર તમામ સ્ટાફ દ્વારા આ સમગ્ર કાર્યક્રમની ખૂબ જ પ્રસંશા કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા આ પ્રકારના કાર્યક્રમ વારંવાર થાય એવું પણ જણાવવામાં આવ્યું હતું.
તસવીર : જ્યોતિ જગતાપ , રાજપીપલા