એક મિત્રની પોસ્ટ વાંચી. શુભ હેતું થી પોસ્ટ લખી છે.. લોકો દાન પુણ્ય કરે,.. દુઃખિયા ને મદદ કરે, રોતા ને હસતા કરે, એ માટે પોસ્ટ લખી છે. એટલું જ નહિ.. પોતે ખુદ આ અધિક મહીનાના માહોલ માં પુણ્ય કમાવાની લાલચે દાન ધર્માદો પણ કરતા હશે !! પણ પોસ્ટ લખી એની પાછળ એમની ચોક્કસ ધારણાઓ તો છે જ ..
હિન્દુઓ ની ધારણા, મુસ્લીમો , ઈસાઈ, શીખ, જૈન, બૌધ ધારણાઓ અલગ અલગ રીતે કર્મ વિધીઓ કરાવે છે.. સ્વર્ગ, જન્નત, હેવન ની લાલચે પુણ્ય એકત્રીત કરવા ધર્મો કર્મ કરાવે છે.. કોઈ પૂજા- હવન – મંત્રો.. દાન.. તો કોઈ નમાજ, રોજા, બકરી હત્યા, કાફિર હત્યા.. તો કોઈ ચર્ચ ની પ્રાર્થના, કન્ફેશન , ગરીબોની સેવા..
બધાની ધારણાઓ વંશિય રીતે સદીઓ થી એના જીવન ની મેચ ફીકસ કરે છે. મનુષ્ય સહજ વૃતિ – લોભ અને લાલચ અને પરલોક નો કોણીયે ચોટાડેલ ગોળ અથવા નર્ક , દોખજ, હેલ નો ભય હોય છે. પૃથ્વી પરનો મનુષ્ય, આવી ભ્રમણાઓ વડે સદીઓથી પીડાતો આવ્યો છે.. !!
મિત્ર લખે છે…
“કોઈ માણસ દુઃખી હોય અને
આપણી પાસે આવે અને જાય તે સમયે તે હસતો
હસતો જાય તો સમજી લેજો કે અધિક માસ માં તમે અભિષેક નું પુણ્ય કમાયા છો.”
સવાલ અહી પુણ્ય કમાવા ની ધારણાનો છે.. અભિષેક કરવાથી પુણ્ય કમાઈ શકાય એ ધારણા એમની ઉક્તિ ના મૂળ માં છે..
સૌની આસ્થાઓ સૌને મુબારક.. તમો ઠાવકાઈ થી એવું પણ કહેશો કે-
“શ્રધ્ધા ની હોય વાત ત્યાં પુરાવા ની શી જરુર.. !! કુરાન માં ક્યાય પયબંગર ની સહી નથી”
તો પછી કટ્ટરવાદીઓ ની શ્રધ્ધા ને પણ એટલું જ માન આપજો.. જે માન આપણે 800 વર્ષ ગુલામી ભોગવતાં આપ્યું. અને સતત માર ખાધો.. મંદિરો તુટ્યા.. લૂંટાયા.. વિગેરે.. વિગેરે. કથા લાંબી છે. નથી કરવી.
જો “केवलं बलियसि ईस्वरस्य ईच्छा” “ઈસ્વરની ઈચ્છાઓ વગર પાંદડું પણ ચાલતું નથી .” એવી શ્રધ્ધા ની વાત હોય તો સત્તર વખત સોમનાથ મંદિર લુંટાયું એ ઈસ્વર ઈચ્છા હતી. !! રામ મંદિર ની જગ્યાએ બાબરી મસ્જિદ હતી એ ઈસ્વર ઈચ્છા હતી.!! ઈસ્વર ઈચ્છા ની વિરુધ્ધ પુનઃનિર્માણ કરનાર આપણે કોણ ? પણ ના.. આપણી કાયરતા છુપાવવી હોય ત્યાં ઈસ્વર ઈચ્છા નો ઉપયોગ કરવો છે અને જેવા શક્તિશાળી બનીયે તો વિવેક બુધ્ધી નો ઉપયોગ. અસ્મિતા ની પુનઃસ્થાપના કરીયે. કરવી જ જોઈએ.. હું તેમાં પણ સહમત છું.. ન્યાય મળવો જ જોઈએ.. પણ પોઈન્ટ એ છે કે હવે આપણી ધારણાઓ સાથે આપણે બાંધછોડ કરવા અચકાતાં નથી. તો જરા વધું મહેનત પણ કરો . વિવેકબુધ્ધી જગાવો. તો હજુ પણ અનેક ધારણાઓ થી પીડાઓ છો એનુ ભાન થશે ..હજુ આગલી પેઢી ને તમો કેવી ખોટી ધારણાઓ ના બંધન માં મૂકો છો ? . જાગો તો જબરું પરિવર્તન આવશે..
અમો અધ્યાત્મ ના વિરોધી નથી. પણ હંમેશા ધાર્મિક ધારણાઓ પ્રત્યે વિવેકબુધ્ધી થી વિચારવાની હિમાયત કરીએ છીએ.. પ્રત્યેક ધર્મો એ આવું કરવાથી જ માનવ સમાજ અને આવતી પેઢી સુખી થવાની શક્યતા છે.. માત્ર હિન્દુઓ જ નહિ, ઈસાઈ અને ઈસ્લામ જૈન બૌધ શિખ પણ ધારણાઓ ની ગુલામી થી મૂક્ત નથી..
ધારણા નું બીજુ નામ છે શ્રધ્ધા. શ્રધ્ધા મતલબ બુધ્ધી ચાલતા ચાલતા જે કક્ષાએ અટકી જાય એ કક્ષાએ શરુ થતી આસ્થા/ વિસ્વાસ ની મનોવૃતિ. આ જગત કેમ ચાલે છે ? એનો જવાબ નથી તો કહી દો.. ભગવાન ની ઈચ્છા થી ચાલે છે..!! માટે શ્રધ્ધા અને અંધશ્રધ્ધા અલગ નથી.. બંન્ને એકજ છે.
ઘણીવાર આત્મવિસ્વાસ નો પર્યાય તરીકે શ્રધ્ધા શબ્દ નો ઉપયોગ થાય છે. ! હકીકતે ધારણાની રક્ષા કરવા પોતાની જાત ને છેતરવામાં આવે છે. જેમકે હું 6 ફુટ નો લાંબો કુદકો મારી શકું છું. તો તમારી સામે પણ કુદકો મારી શકીશ .. એને હું શ્રધ્ધા કહું છું.. હકીકતે એ મારી શ્રધ્ધા નથી પણ આત્મવિસ્વાસ છે. !!
શ્રધ્ધા થી આત્મસંમોહન ચિત્ત પેદા થાય છે. Self hypnotised mind. આત્મવિસ્વાસ હોય એને આત્મસંમોહન ના થઈ શકે.. એમાય ધર્મો એટલે સામુહિક આત્મસંમોહિત સમાજ !! જે ગજબ ના ભ્રમ પેદા કરે છે..
દાખલા તરીકે ધારોકે કોવિદ 19 ના સારવાર દવાખાનામાં ના વોર્ડ માં હિંદુ, મુસ્લીમ, ઈસાઈ, જૈન, શીખ, તથા એક નાસ્તિક કે રેશનાલીસ્ટ બધા એક સાથે કોરોના પોઝીટીવ આવતા દાખલ થયા છે.. સૌ ને કોરોના થી બચવું છે..
વિચારો.. જો કોઈ આકાશિય “તારણહાર” હોત તો તેઓને કોરોના થાત જ શું કામ ? પણ હવે થયો તો મૌત નો ભય છે. બધા પોતાનાં ધર્મની ધારણાઓ મુજબ બચવા ભક્તિ /રીચ્યુઅલ કરે છે !! પેલો નાસ્તિક કંઈ કરતો નથી.. છતા બધાજ બચી જાય છે.. મૃત્યું દર 2% ટકા છે. એટલે 98% બચવાના છે.. વળી કોરોના નો કોઈ ઈલાજ નથી. બોડીની ઈમ્યુનીટી વધે એવા ઊપાયો માત્ર છે. છતા આસ્થાળુઑ સાજા થશે તો ભગવાને સાજા કર્યા એમ માનશે. કેમકે એમના ચિત્ત આસ્થાથી સંમોહિત થયા છે. નાસ્તિક સંમોહિત નથી .
નહિ,.. પ્રત્યેક રીચ્યુઅલ (ધાર્મિકવિધિઓ) પર ની શ્રધ્ધા આપણે વિવેકબુધ્ધી થી ના ચકાસીયે તો ખબર પડે કે આપણે મૂર્ખ છીએ કે શાણા !!
સતત પુનરાવર્તન ભરેલી ટીવી એડ પણ આપણા માં શ્રધ્ધા પેદા કરે છે. પુનરોક્તિ.. પછી ઈસ્વર.. અલ્લાહ .. કે ગોડ ના કાલ્પનિક રુપ ની હોય.. સતત પુનરોક્તિ થી સંમોહિત થયેલ ચિત્ત તો દર્શન કરે છે.. વરદાન માગે છે !! આવી હજારો સ્ટોરીઓ છે. જે સાંભળ્યા કરવાથી બુધ્ધી સંમોહિત થાય છે.
તો જે માન્યતાઓ ધારણાઓ આપણને વંશ વારસામાં મળેલ હોય એ આપણી અંદર શ્રધ્ધા ઊભી કરી દે એમાં નવાઈ ક્યાં છે. ?? સો વર્ષ પહેલાંના જમાનામાં આપણા બાપ દાદાઓ ને ભૂત.. ચુડેલ.. શૈતાન.. ડેવિલ.. રાક્ષસો.. માં પણ એવી તો શ્રધ્ધા પેદા થયેલ હતી કે ઘણાએ તે પ્રેતાત્મા જોયા.. ડરામણા ચહેરા ની કથાઓ થી એવા તો ડરતા કે વગર કારણે પહેરેલા વસ્ત્રો પલળી જતા. ઘેર ઘેર ભૂત ના વળગાડ !! અને ડાકલા વાગે.. ભૂવા ધૂણે … શા માટે આવું થતુ ? જવાબ છે.. ભૂત.. ચુડેલ.. શૈતાન.. ડેવિલ .. રાક્ષસ.. અસ્તિત્વ ધરાવે છે એવી શ્રધ્ધા પેદા કરવામાં આવી. સમુહ ચિત્ત હિપ્નોટાઈડ થયેલ હતું.. . પણ બે ત્રણ પેઢી થી “ભણતર” વધતા “વિવેક બુધ્ધી” જાગી તો આજે ક્યાંય ભૂત.. ચુડેલ.. શૈતાન.. ડેવિલ .. રાક્ષસો..નુ અસ્તિત્વ નથી.. એવું જ ધર્મો નું અને ભગવાનો નું છે.. ધર્મો એ હિન્દુઓ, મુસ્લીમ અને ઈસાઈ ઓ ના ચિત્ત પાપ – પુણ્ય ના વિવિધ ખ્યાલો, લાલચ અને ડર થી સામુહિક રીતે સંમોહિત કરેલ છે..
મૂળ વાત પર આવીયે તો ‘અભિષેક’ ની ક્રિયા ને પુણ્ય સમજવામાં આવે છે. મતલબ કોઈ મૂર્તિ પર જળ અથવા દૂધ આદિ ની ધારા કરવાથી પુણ્ય થાય છે.. !! કહેવામાં તો એવું પણ આવે છે કે… ‘અભિષેક’ કરવાથી તમારા ઘરમાં ધન ધાન્ય સમૃધ્ધી- આરોગ્ય તથા પરલોક માં સ્વર્ગ ની પ્રાપ્તિ પણ થશે . !! કેવી લાલચ પકડાવી !!
વાહ .. જો આ રીતે જ સુખ મલતું હોત તો વિસ્વના લોકો કોઈ કામ ધંધો ના કરત. ખેતી , વેપાર , ઉદ્યોગ કંઈ ના કરત !! ભણવાની પણ જરુર નથી ! બધાજ માત્ર “અભિષેક” જ કર્યા કરત !!
અરે ભાઈ.. માણસ દુઃખી હોય એમાં મદદ કરો તો એ સંવેદન શિલતા છે , જે આપણા માં માણસ તરીકે હોવી જોઈએ. તે માત્ર ‘માણસાઈ’ છે.. અને એ સૌની ક્ષમતા પ્રમાણે અલગ અલગ હોય છે !! એમાં ‘અભિષેક’ ના જેટલું પુણ્ય થશે એવી સરખામણી આવે જ નહિ..!! વળી એવું થોડુ છે ? કે માણસાઈ કોઈ વાર ત્યૌહાર માં.. મુહુર્ત માં.. કે ખાસ પવિત્ર મહિના માં વધી જાય ?
એ ધારણા તમોને આપી કોણે ?? એ ધારણા તમારા દાન પુણ્ય થી લાભ મેળવનારા ઓ ની સદીયો જૂની પરંપરા મારફત તમારું થયેલ બ્રેન વોશિંગ જ હોઈ શકે .. પ્રકૃતિએ ઘડેલા 365 દિવસ માં એવી કોઈ વિશિષ્ટતા નથી કે કોઈ વાર તહેવારે તમારી માણસાઈ ની વધ-ઘટ થયા કરે !!
માટે…
उतिष्ठः जागृतः वरान् निबोधयः ઉઠો.. જાગો.. અને સિંહ જેવી ગર્જના કરો !!.
આપણે માણસ હોવું એ જ પુરતું છે !!