*દેશમાં સૌ પ્રથમવાર મુસાફરો માટે ‘પાવફેક્ટ’ સર્વિસનો મુંબઈ એરપોર્ટ ખાતે પ્રારંભ*
અમદાવાદ, સંજીવ રાજપૂત – અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ લિ. (AAHL) દ્વારા મુસાફરોને તનાવમુક્ત રાખવા મુંબઈ એરપોર્ટ મા અનોખી સેવા શરૂ કરવામાં આવી છે. ભારતમાં એકમાત્ર અદાણી એરપોર્ટ ખાતે પ્રવાસીઓ માટે ‘પાવફેક્ટ’ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રથમવાર હવાઈ મુસાફરી કરતા પ્રવાસીઓનું માનસિક તાણ હળવુ કરવા મુંબઈના એરપોર્ટ પર હવે લાડ લડાવવા માટે ‘પાવફેક્ટ’ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. CSMIA આવી સેવા પ્રદાન કરતું એકમાત્ર ભારતીય એરપોર્ટ બન્યુ છે.
અમેરિકા અને ઈસ્તાંબુલમાં એરપોર્ટ પર આપવામાં આવતી આપ્રકારની સેવાઓ ભારતમાં પ્રવાસીઓને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ આપના પ્રવાસના અનુભવને ઉત્કૃષ્ટ બનાવવા માટે ‘પાવફેક્ટ’ પ્રોગ્રામ લાવ્યું છે. અદાણી જૂથ સંચાલિત છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) પર પ્રવાસીઓને લાડ લડાવવા માટે આ પ્રશિક્ષિત શ્વાન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ. (AAHL) દ્વારા સંચાલિત મુંબઈના T2 ટર્મિનલ પર તાલીમ પામેલાં અને કોલર પર પેટ મી લખેલાં શ્વાન આપની સેવામાં હાજર કરવામાં આવ્યા છે. જેમાં ગોલ્ડન રીટ્રીવર, માલ્ટિઝ, રેસ્ક્યુડ હસ્કી, શિહ ત્ઝુ, લ્હાસા એપ્સો અને લેબ્રાડોર સહિત નવ પ્રશિક્ષિત શ્વાનનો સમાવેશ થાય છે. શ્વાનને પ્રવાસીઓના મૂડને સમજી પ્રતિસાદ આપવા, આરામ પ્રદાન કરવા અને એરપોર્ટના વાતાવરણને વધુ આરામદાયક બનાવવા માટે તાલીમ આપવામાં આવે છે. સહાયક કૂતરાઓને બાળકો સાથે વાતચીત કરવા માટે પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે.
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL) દ્વારા સંચાલિત એરપોર્ટ મુસાફરોને સલામત અને આરામદાયક હવાઈ સેવાઓ પૂરી પાડે છે. આ પહેલ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ભારતના સૌથી મોટા એરોટ્રોપોલીસમાં પરિવર્તિત કરવાની MIALની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. હવાઈ મુસાફરીમાં સંભવિત તણાવને પારખીને આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ ‘પાવફેક્ટ’ પ્રોગ્રામને દ્વારા ટર્મિનલના વાતાવરણ દ્વારા મુસાફરો યાદગાર અને આનંદપ્રદ અનુભવો મેળવે છે. રુંવાટીદાર શ્વાન પ્રવાસીઓમાં સામાજિક ક્રિયા-પ્રતિક્રિયાઓને પ્રોત્સાહિત કરે છે. તેઓ પાલતુ પ્રાણીઓની હૃદયસ્પર્શી વાતો અને યાદોને વાગોળી શેર કરે છે. તેનાથી એરપોર્ટ પર સમુદાયની ભાવના વધુ સમૃદ્ધ બને છે.