ભલભલાના ગણિત બદલી નાંખ્યા.. કલાકારોની લાઇન બદલી નાંખી.. હા કલાકારને બદલી શક્યો નહિ, એ જુદી વાત છે.. કલાકારોના મિજાજને બદલવો કોઈના બાપની તાકાત નથી….
એક છોકરો… ખુબ જ ટેલન્ટેડ છોકરો.. ખુબ જ સારો અદાકાર.. તક મળી તો એક ગુજરાતી ફિલ્મ પણ ડાયરેક્ટ કરી.. પણ અત્યારે નમકીનના વ્યવસાયમા છે. ખુશ થવુ કે દુખી થવુ, ધણી વાર સમજણ નથી પડતી.. મે મજાક મા એને કહયુ પણ ખરા! કમસેકમ આ ધંધામાં તો ભૂખે નહિ જ મરાય.. (આપણે એમની પાસેથી ખરીદી શકીએ.. જરૂરત ના હોય તો પણ…)
રચના:1
દાદુની પોતાની મ્યુઝિકલ પાર્ટી હતી.. દાદુ તમામ ઈન્સ્ટ્રુમેન્ટ વગાડી શકતા..રચનાને સ્વરબધ્ધ કરી શકતા. પોતાની ટ્યૂન બનાવી શકતા.. પણ પક્ષાધાતના હુમલાને કારણે સંગીત એમનાથી દુર થઈ ગયુ.. ગાવાની જગ્યાએ બોલવાના ફાંફા પડી ગયા.. આજે ધણાં દિવસે ઘરની બહાર જવા ઈચ્છા કરી.. અને એક નવી ખુલેલી નમકીનની દુકાન આગળ ગાડી ઉભી કરાવી.. ઘરમા તો કોઈ નમકીન ને હાથ પણ નથી અડાડતુ.. તો પછી? મને કાંઈ સમજણ ના પડી… ગાડીની ડેકી ભરાય એટલા નમકીનના પડીકાં ખરીદી લીધા… હું મૌન રહી.. ગાડી શહેરની વચ્ચે આવેલી એક ચાલી બાજુ લેવડાવી..
પછી ત્રૂટક ત્રૂટક અવાજે કહ્યું.
” બિટ્ટ યાંદ છે તને… આપણી તુ નાની હતી ત્યારે આપણી સોસાયટીમા બધાના ઘરે ડોરબેલ વગાડીને ભાગી જતી હતી?”
મે હસતાં હસતાં હા કહી
“બસ ત્યારે સામેના ધરનો પણ દરવાજો ખખડાવીને ભાગીને આવતી રહે.. અને હા થોડા નમકીનના પેકેટ પણ દરવાજે મુકતી આવજે.. ”
દાદુ આજે એક કાંકરે ધણા પક્ષી મારવાના મુડમા હતા એ ઘર એમના વાંસળીવાદકનુ હતુ.. દાદુના ગળામા અટકેલું સંગીત હું સાંભળી શકતી હતી..
રચના:2
મોટો જ્યારથી આ ધંધામાં આવ્યો છે.ત્યારથી ધરાકની જગ્યાએ કલાકારો આવવા માંડયા છે. એ પણ મફતિયા… હજી પણ મોટો પેલાની પ્લેટમાં વગર કહયે બે ત્રણ ઈડલી અને સાંભાર આપી આવ્યો.. નાનો બધુંયે જોતો હતો.. ગુસ્સો તો ત્યારે વધારે આવ્યો જ્યારે મોટો પેલો ના પાડતો રહ્યો છતા, ઈડલી સાંભાર પેક કરી આપ્યા.. નાનાએ મોટાને ગુસ્સાથી કહયુ:”મોટા તું મને કહીશ કે, આવુ ક્યા સુધી ચાલશે?”
“બહુ લાંબું નહિ ચાલે.. નાનકા! તું ચિંતા ન કરીશ..”
કહીને મોટો આકાશ સામે જોઈ રહ્યો..
રચના.. 3
“અલ્યા આ ખાખરા આવી ગયા, ઈડલી વડાં આવી ગયા, સમોસા કચોરી તો મારી પહેલાના આવીને બેસી ગયા. આ લેટલતિફ રૈડીમેડ ગારમેન્ટ પણ આવી ગયા.. આ કટલરી પણ હવે કંટાળ્યો છે… પણ આ કૂચડો હજી કેમ ના આવ્યો. ”
આ વાક્ય પુરુ થાય એ પહેલા કુચડો આવી પહોચ્યો.. એના કપડા ચૂનામા સરાબોર હતા..
‘એક મિનિટ.. હુ કપડા બદલી લઉ..’ કહીને શરમ વગર બધાની સામે કપડા બદલી પોતાનો ડ્રમસેટ સંભાળી લીધો…
“આપણે આપણી લાઇન બદલી છે સાધના ચાલુ જ છે. ટકવુ હોય તો અટકવુ નહિ.. ખરુને કૂચડા?
ચૂના કારણે હાથમા પડેલા છાલાને નજરઅંદાજ કરી, ડ્રમસ્ટીક મજબુતીથી પકડીને કૂચડાએ કહયુ:
” યસ માસ્ટર..”
અને બધા ખડખડાટ હસી પડ્યા. અને થોડી જ ક્ષણમા વાતાવરણ સંગીતથી છવાય ગયુ.
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા