નર્મદાના તરોપા ગામે તિક્ષ્ણ
હથીયાર વડે ગળાના બોચી ના ભાગે મારી ખુન કરીમોત ને ઘાટ ઉતારવાની ઘટના
તરોપા ગામે મૃતકની પત્નીને કોયતાની અણીએ પેહેરેલ દાગીના(કેલા) કાઢી લેવાના ઇરાદે લુટ કરવાની
કોશીશ કરતા પોલીસ ફરિયાદ
રાજપીપલા, તા 13
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાંના તરોપા ગામેકોઈ અંગત કારણસર ગામના આદિવાસીને તિક્ષ્ણ
હથીયાર વડે ગળાના બોચી ના ભાગે હુમલો તેનું ખુન કરી મોતને ઘાટ ઉતારવાની ઘટનાસામે આવી છે. ત્યાર બાદ તરોપા ગામે મૃતકની પત્નીને કોયતાની અણીએ પેહેરેલ દાગીના(કેલા) કાઢી લેવાના ઇરાદે લુટ કરવાની પણ
કોશીશ કરતા આમલેથા પોલીસ મથકે મર્ડર કેસની પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
જેમાં ફરીયાદી વાલીબેન ભાણાભાઇ માનસીંગભાઇ જાતે વસાવા( રહે.તરોપા કોટવાળ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા)એ આરોપી વિશાલભાઇ વસંતભાઇ વસાવા (રહે.રાણીપુરા નવી નગરી તા.નાંદોદ જી.નર્મદા)
સામે ફરિયાદ નોંધી છે.
ફરિયાદની વિગત અનુસાર આરોપી વિશાલભાઇ વસંતભાઇ વસાવા રહે.રાણીપુરા નવીનગરી તા.નાંદોદ જી.નર્મદા)કામના ફરીયાદી તથા
તેનો પતિતરોપા ગામની સીમમાં આવેલ ઘરે હાજર હતા.તે વખતે સાંજના સાતેક વાગ્યાના સુમારે આરોપી ફરીયાદી ઘરે આવેલો અને ફરીયાદી ના પતિને કહેલ કે મે સસલુંમારેલ છે.ચાલો આપણે તેને કાપીને માસ લઇને આવીએ છીએ.તેમ કહી ફરી.ના પતિને તેની સાથે લઇ જઇ તરોપા ગામની સરકારી ગૌચરની જમીનમાં ફરી.ના પતિને તિક્ષ્ણહથીયાર વડે ગળાના પાછળના બોચી ના ભાગે મારી ખુન કરીમોત ને ઘાટ ઉતાર્યો હતો.થોડીવાર પછી કોયતુ લઇ ફરી.ના ઘરે આવી ફરી.એ પેહેરેલ દાગીના(કેલા) કાઢી લેવાના ઇરાદે લુટ કરવાની
કોશીશ કરી નાશી જઇ ગુનો કરતા પોલીસે તપાસ આદરી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા