પુલ ઉપરથી ધામણ નદીના પાણી વહેતા વાહન વ્યવહાર બંધ.
સાગબારામાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતી.
રાજપીપળા,તા.18
દેડીયાપાડામાં ચાર ઈંચ ભારે વરસાદ પડતા દેડિયાપાડા ખાતે થી ધામણ નદીમાં ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી.નદીમાં પાણી ની ભારે આવક થતાં દેડીયાપાડા થી રાજપીપળા તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર પારસી ટેકરા પાસે દમણ નદીના પુલ ઉપર નદીના પાણી ફરી વળતાં પુલ પાણીમાં ગરકાવ થયો હતો. દેડીયાપાડા તરફથી પાર્ટી ટેકરા થઈને રાજપીપળા તરફ જવાના મુખ્ય માર્ગ બંધ કરાયો હતો.
દેડીયાપાડા તરફથી રાજપીપળા તરફ અને સાગબારા તરફ જવાના મુખ્ય માર્ગ ખૂબ જ બિસ્માર હાલતમાં હોય વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.દેડીયાપાડા થી અંકલેશ્વરને જોડતો પારસી ટેકરા પરના પુલ પર પાણી ફરી વળતાં પુલ પર પોતાના વાહન ચલાવવા માટે ભારે તકલીફ પડી રહી હતી. વાહનચાલકોએ પોતાના વાહનો રોડની સાઇડ પર ઊભા કરી દીધા હતા.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા