કોરોના વચ્ચે પણરાજપીપળામાં ૪૧મો સર્વ પિતૃ શ્રાધ્ધનો અનોખો કાર્યક્રમ યોજાયો.

નદી કીનારે સર્વપિતૃતર્પણ કાગવાસ વિધિ કરાયો રજપૂતની વાડીમાં શાંતિપાઠ નુ આયોજન કરાયુ

ભોજનને બદલે ૨૫૦ ગ્રામ મોહનથાળ, ૧૫૦ ગ્રામ ફૂલવડી, ૧ કીલો ચોખા, અને ૫૦૦ ગ્રામ તુવેરદાળની કીટ
બનાવી ગરીબો જરરુરીયાત મંદોને વિતરણ કરાયું

રાજપીપળાતા૧૭.

છેલ્લા ૪૦ વર્ષથી સેવાના ભેખધારી અને અને મૂછાળીમા તરીકે જાણીતા ગરીબો અને રક્તપીતીયાની સેવાકરનાર લોક સેવક સ્વ.ચંપક સુખડીયાની સ્મૃતિમાં રાજપીપળા ખાતે સર્વપિતૃ શ્રાધ્ધનો અનોખો ભોજન યજ્ઞનિયમીત રીતે યોજાતો હતો, જેમાં ગરીબ, અશક્ત,વૃધ્ધ,માંગી ન શકે તેવા, દીવ્યાંગોનો સમૂહમાં ભોજન યજ્ઞ
કરાવાતો હતો. જેમા અકસ્માતમાં રેલમાં તણાયા હોય અને બિનવારસી મૃતકોના શ્રેયાર્થે સર્વપિત શ્રાધ્ધ યજ્ઞયોજાતો હતો, પણ આ વખતે કોરોના સમયમા સમૂહમા ભોજન યજ્ઞ કરી શકાય તેમ ન હોવાથી સમૂહ ભોજનયજ્ઞ
રદ કરી તેની જગ્યાએ લીમીટેડ સંખ્યામા ટ્રસ્ટીઓ દ્વારા સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ૪૧મો સર્વપિતૃશ્રાધ્ધ
કરવમા આવયુ હતુ., ટ્રસ્ટી યોગશ સુખડીયાના જણાવ્યા અનુસાર નદી કીનારે સર્વ પિતૃતર્પણ કાગવાસ,
વિધિ કરાઇ હતી, રજપૂતની વાડીમાં શાંતિપાઠ કરાયો હતો, અને ભોજનનો કાર્યક્રમ રદ કરી ૨૫૦ ગ્રામ
મોહનથાળ, ૧૫૦ ગ્રામ ફૂલવડી, ૧ કીલો ચોખા અને ૫૦૦ ગ્રામ તુવેરદાળનુ ગરીબો જરરુરીયાત મંદોને
વિતરણ કરાયુ હતુ

તસવીર-જ્યોતિ જગતાપ,રાજપીપળા