.25 વર્ષ પહેલા મૂળ મોસ્કુટની બેંકનું મકાન ધરાશાયી થતાં બેંક ઓફ બરોડા શાખા મોસ્કુટને દેડિયાપાડા શિફ્ટ કરી હતી.
જેને કારણે મોસ્કુટ ગામની પ્રજા ને 100 કિમીનો ફેરો, ખર્ચો અને સમયની બરબાદી ભોગવવી પડે છે.
મોસ્કુટ ગામના નામે મંજૂર થયેલી અને શિફ્ટ થયેલી મોસ્કુટ બેંકની મૂળ જગ્યાએ દેડીયાપાડા થી મોસ્કુટ ગામે શિફ્ટ કરવા માંગ.
રાજપીપળા, તા.18
દેડીયાપાડા તાલુકાના મૉસ્ફુટ ગામે આવેલી મૂળ મોસ્કુટ બેંકના નામે બેંક ઓફ બરોડાની બેંક મંજૂર થયેલી હતી. જે 25 વર્ષ પહેલા મૂળ મોસ્કુટની બેંકનું મકાન ધરાશાયી થતાં બેંક ઓફ બરોડા શાખા મોસ્કુટને દેડિયાપાડા શિફ્ટ કરી હતી. જેને કારણે મોસ્કુટ ગામની પ્રજા ને 100 કિમીનો ફેરો કરવો પડે છે. આવા જવાનો ખર્ચો અને સમયની બરબાદી ભોગવવી પડે છે. હવે મોસ્કુટ ગામના સરપંચે બેંક માટે મકાન ફાળવવાની તૈયારી બતાવી છે. ત્યારે ગામના સરપંચ અને ગ્રામજનોએ દેડીયાપાડામાં સમાવેલી બેંકને મુળ મોસ્કુટ ગામે ફરીથી શિફ્ટ કરવાની માંગ થઇ છે.
આ અંગે સાંસદ મનસુખ વસાવા દિશા વિજિલન્સ કમિટીના અધ્યક્ષ હોવાથી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ બહાદુરસિંગ વસાવાએ ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાને પત્ર લખ્યો છે. અને જણાવ્યું છે કે મોટા ભાગે ગ્રાહકો આજુબાજુના ગામોના હોવાથી તેમને આવવા-જવામાં લોકોને ખૂબ તકલીફ પડે છે. તો મોસ્કૂટ ગામના નામે મંજૂર થયેલી અને શિફ્ટ થયેલી મોસ્કુટબેંકની મૂળ જગ્યાએ દેડીયાપાડા થી મોસ્કુટ ગામે શિફ્ટ કરવાની માંગ કરી છે.
રિપોર્ટ: જ્યોતિ જગપાત, રાજપીપળા