નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામે ખેડૂતનાકેળના ખેતરમાં કેળના એકછોડ પર બબ્બે લૂમો ભાગ્યેજ જોવા મળતો કુદરતનો અજાયબ કરીશમાં આ છોડનુ સંશોધન કરી કેળની ખેતીમાં નવી ક્રાંતિ સર્જવાની માંગ

રાજપીપળા,તા૨૩

નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામે આવેલ ખેડૂત નરેન્દ્રસિંહ હિમંતસિંહ ગોહીલના કેળના ખેતરમાં કેળના એક
છોડ પર બબ્બે લૂમો જોવા મળતા ખેડૂતોમાં આશ્ચર્ય ફેલાયુ છે. સામાન્ય રીતે એક છોડ પર કેળની એકજ લૂમ
જોવા મળતી હોય છે પણ નર્મદામાં પહેલી વાર એક જ છોડ પર બબ્બે લૂમો જોવા મળતા ખેડૂતના ચહેરા પર
આશ્ચર્યની સાથે ખુશીનું મોજુ ફરી વળ્યું હતુ,ખેડૂતોએ ગામના ખેડૂતોને આ હકીકતની જણ કરતા લોકો બે
લોમવાળે કેળ જોવા ઉમટી પડયા હતા. કારણકે વો કિસ્સો ભાગ્યેજ જોવા મળે છે. આને કુદરતનો કરીશમા કહો
કેકરામત .પણ આ છોડનુ સંશોધન કરવાની કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી માંગ કરી છે.એકજ છોડ પર એક કરતા
વધારે લૂમો લાગે તો ખેડૂતને મોટો આર્થીક ફાયદો થઇ શકે છે. આ દિશામાં શોધનસંશોધન થાય તો કેળામખેતી
ક્ષેત્રે એક નવી ક્રાંતિ આવી શકે છે.

તસવીર-જયોતિ જગતાપ રાજપીપળા