તિલકવાડાના રેંગણ ગામેથી રહેણાંક ઘરમાં ગેરકાયદેસર રીતે ગાંજો પકડાયો આરોપીની ધરપકડ.

તિલકવાડાના રેંગણ ગામેથી રહેણાંક ઘરમાં ગેરકાયદેસર રીતે ગાંજો પકડાયો આરોપીની ધરપકડ.
રાજપીપળા, તા.18
તિલકવાડા તાલુકાના રેંગણ ગામેથી રહેણાંક ઘરમાં ગેરકાયદેસર રીતે રાખેલ 400 ગ્રામ ગાંજા સાથે આરોપીને એલસીબી પોલીસે પકડી પાડેલ છે.
જેની ફરિયાદ તિલકવાડા પોલીસ મથકે ફરિયાદ ફરિયાદ યોગેશભાઈ, ગોપાલભાઈ એસઓજી નર્મદાએ આરોપી સુકાભાઈ સનાભાઇ વસાવા રહે (રહે, રેંગણ, ટેકરા ફળિયુ) સામે પર કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી સુકાભાઈ શનાભાઈ વસાવા (રહે, રેંગણ, ટેકરા ફળિયુ) પોતાના કબજાના રહેનાક ઘરમાં ગેરકાયદેસર રીતે વેપાર કરવાના ઈરાદે વનસ્પતિમાં પ્રદાર્થ ગાંજો 400 ગ્રામ કિં. રૂ. 4000/- તથા મોબાઇલ કિં.રૂ. 500/- કિં.રૂ. 4500/- ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઈ ગયા હતા. જેની ફરિયાદ યોગેશભાઈ, ગોપાલભાઈ એસઓજી પોલીસે નર્મદાએ ફરિયાદી બની આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા