કરજણ ડેમના 92.66 % ભરાતા કરજણ ડેમ રેડ એલર્ટ સ્ટેજ પર મુકાયો.

કરજણ ડેમના 2 ગેટ ખોલી તેમાંથી 2176 ક્યુસેક પાણી છોડાયુ.
કરજણ ડેમની સપાટી રૂલ લેવલ કરતાં 0.59 વધીને 113.89 મીટરે પહોંચી.
રાજપીપળા, તા.18
નર્મદા જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાની મહેર થઇ છે ખાસ કરીને દેડિયાપાડા સાગબારા ના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કરજણ ડેમમાં ફરી એક વાર પાણીની આવક વધી જવા પામી છે. જેમ કરજણ ડેમની સપાટી રૂલ લેવલ 113.30 મીટર કરતા 0.59 મીટર વધીને 113.89 મીટરે પહોંચી જતા કરજણ ડેમના 4 અને 6 નંબરના 0.2 મીટર ઊંચા કરી બે ગેટ ખોલી તેમાંથી 2176 દિવસે પાણી છોડવામાં આવ્યું છે.
જેને પગલે કરજણ ડેમમાં હાલ 92.66 % ભરાઈ જતા કરજણ ડેમને રેડ એલર્ટ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધી હાઇ એલર્ટ સ્ટેજ પર હતો. હાલ કરજણ ડેમમાં 5319 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એવી મહાલના જણાવ્યા અનુસાર ઉપરવાસની બે ગામની નદીઓ ફૂલવાડીની કરજણ નદીની સપાટી અને ઘાટોલીમાં ભારે વરસાદને કારણે નદીની સપાટી વધારો થતાં કરજણ ડેમમાં પાણીની આવક 5319 ક્યુસેક થવા પામી હતી, જેને પગલે ડેમની સપાટી વધીને આજે 113.30 મીટરે પહોંચી ગઈ હતી.હાલ કરજણ ડેમ પર 30 મીમી ઘંટોલી ખાતે 25 મીમી અને ફૂલવાળી ખાતે 115 મીમી વરસાદ નોંધાયો છે,
ડેમના સત્તાવાર આંકડા પ્રમાણે કરજણ ડેમનો લાઈવ સ્ટોરેજ 475.20 મિલિયન ઘન મીટર , અને ગ્રોસ સ્ટોરેજ 499.21 મીટર નોંધાયો છે.3 ગેટ માંથી હાલ 2178 ક્યુસેક પાણી જઈ રહ્યું છે. એ ઉપરાંત સ્મોલ હાઈડ્રો પાવરમાં વીજ ઉત્પાદન માટે 373 પાણી ડિસ્ચાર્જ કરાતા કરજણ નદીમાં હાલ 2549 ક્યુસેક જળરાશિ છોડવામાં આવી છે.સ્મોલ હાઈડ્રો પાવરના બંને વિજ યુનિટો હાલ ચાલુ છે. જેમાંથી પ્રતિદિન 72000 યુનિટ વીજળીનું ઉત્પાદન શરૂ થઈ રહ્યું છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા