*આરટીઓની સહી વગર 264 વાહનોને મંજૂરી*

ભ્રષ્ટાચારથી ખદબદતા આરટીઓમાં હેડ ક્લાર્ક અને એજન્ટે ભેગા મળી કૌભાંડ રચ્યું હોવાનું બહાર આવ્યું છે. જેમાં હેડ ક્લાર્કે વાહનના ટેક્ષ વસુલવા સહિતની કામગીરીમાં આરટીઓ અધિકારીની સહી વગર બારોબાર ૨૬૪ વાહનોને ઓન લાઇન મંજૂરી આપીને રૃા. ૮૩ હજારનો ચૂનો લગાડયો હતો. આ બનાવ અંગે રાણીપ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.