*કોંગ્રેસ-ભાજપ સરકાર વચ્ચે ઇલુ- ઇલુ*

કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારી,આિર્થક મંદી, બેરોજગારી , મોંઘુ શિક્ષણ સહિતના અનેકવિધ પ્રશ્નોથી લોકો પિડાઇ રહ્યાં છે .સરકારને પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં રસ નથી જયારે વિપક્ષને પ્રજાના પ્રશ્નોને લઇને સરકારની આંખ ઉઘાડવા માટે લડત માટે સમય નથી. કોંગ્રેસને પણ પ્રજાના પ્રશ્નો મુદ્દે સરકાર સામે લડવાને બદલે અંગત કામો કરાવવામાં વધુ રસ હોય તેમ લાગી રહ્યુ છે.