રાજસ્થાન (રાકેશ શર્મા)* રાજસ્થાન તરફથી ગુજરાત મા લવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો છે.
રાજસ્થાન તરફથી ગુજરાત રાજ્યમાં દારૂ લઈ જવાતો હતો. મોટા ટ્રકમાં સ્ક્રેપના નીચે સંતાડવામાં આવ્યો હતો દારૂ
હરિયાણા બ્રાન્ડનો વિદેશી દારૂના 522 કાર્ટુન પોલીસે જપ્ત કર્યા. રાજસ્થાન પોલીસ દ્વારા પકડાયેલા દારૂની કિંમત અંદાજે ૫૦ લાખ રૂપિયા
રાજસ્થાનના બાડમેર નિવાસી ટ્રકચાલકને પોલીસે પકડ્યો. આબુરોડની રીકો પોલીસને માવલ ચેકપોસ્ટ પર સફળતા મળી
આ અગાઉ પણ રાજસ્થાન પોલીસે ગુજરાતમાં લઇ જવાતા દારૂ ને પકડેલ છે
સિરોહી એસપી પૂજા અવાનાના નિર્દેશ પર આબુરોડ પોલીસની સુંદર કામગીરી
રિકો પીઆઇ સુરારામ ની અધ્યક્ષતામા માવલ ચોકી ના પ્રભારી દેવારામ મીણા, મહેન્દ્ર અને ભવાનીસિંહ ની ટીમ રહી હતી હાજર
રિકો પીઆઇ સુરારામ એ મીડિયા ને માહિતી આપી. આ દારૂ ગુજરાતના ગાંધીધામ લઇ જવાતો હતો