સોશિયલ ડિસ્ટન્સ અને સેનીટાઇઝર કરી, માસ્ક પહેરીને પરીક્ષા આપવા 110 વિદ્યાર્થીઓ.
સેન્ટર બદલનારા 16 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ.
રાજપીપળા, તા. 16
સાગબારા ખાતે આવેલી સરકારી વિનિયન કોલેજ ટીવાયબીએ સેમેસ્ટર 6ની યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. કોરોનામાં પણ પરીક્ષા આપવાનું મુશ્કેલ હોય છે. પણ સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે પરીક્ષા લેવામાં આવી હતી.જેમાં પ્રિન્સિપાલ ચેતનભાઇ ના જણાવ્યા અનુસાર આ પરીક્ષા આપવા આવનાર તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરીને પરીક્ષાખંડમાં પ્રવેશ કરતા, પહેલા સેનીટાઈઝ કરી, થર્મલ ગનથી ટેમ્પરેચરમાં માપી સોસીયલ ડિસ્ટન્સ વાપરી પરીક્ષા લેવામાં આવી છે. જેમાં 110 વિધાર્થીઓએ પરીક્ષા આપી છે. ઉપરાંત સેન્ટર બદલીને આવેલા 16 વિદ્યાર્થીઓને પરીક્ષા લેવાઇ હતી. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવાઈ હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા