એસીબી સફળ ડિકોય કેસ ફરીયાદી- શ્રી સ.ત. કે.પી.તરેટીયા પો.ઇન્સ. અમદાવાદ શહેર એસીબી પો.સ્ટે., અમદાવાદ

એસીબી સફળ ડિકોય કેસ
ફરીયાદી-
શ્રી સ.ત. કે.પી.તરેટીયા
પો.ઇન્સ. અમદાવાદ શહેર એસીબી પો.સ્ટે., અમદાવાદ

ડિકોયર-
એક જાગ્રુત નાગરીક

આરોપી-
(૧) પ્રભુદાસ નાનજીભાઇ ડામોર, અનાર્મ પો.કોન્સ,
બનં.૩૦૩૯ ઉ.વ.૫૧,
નોકરી-ગા.હવેલી પો.સ્ટે., પી.સી.આર. વાન નંબર-૪૦ ના ઓપરેટર
રહે. બ્લોક નંબર. બી/૩, રૂમ નંબર-૪૩, રાણીપ પોલીસ લાઇન, રાણીપ, અમદાવાદ.

(૨) ક્રિષ્નાભાઇ અરવિંદભાઇ બારોટ,
અનાર્મ હેડ કોન્સ. બ.નં. ૪૧૨૬ ઉ.વ.૪૮,
નોકરી-ગા.હવેલી પો.સ્ટે., પી.સી.આર. વાન નંબર-૪૦ ના ઇન્ચાર્જ

રહે. ૭૫૯/૫૦૮૬, ગુજરાત હાઉસીંગ બોર્ડ, બાપુનગર, અમદાવાદ.

(૩) દિલીપચંદ્ર ગુલાબચંદ્ર બારોટ, અનાર્મ પો.કોન્સ, બ.નં.૯૪૬૯ ઉ.વ.૪૮,
નોકરી-ગા.હવેલી પો.સ્ટે., પી.સી.આર. વાન નંબર-૪૦ ના ડ્રાઇવર

રહે. બી/૫૦૩, આર્ય રેસીડેન્સી, સૈજપુર ટાવરની સામે, નરોડા રોડ, અમદાવાદ.

લાંચની માંગણીઃ-
રૂ.૧૦૦/-

લાંચની સ્વીકાર્યાની રકમઃ-
રૂ.૧૦૦/-

રીકવરીની રકમઃ-
રૂ.૧૦૦/-

ડિકોયનું સ્થળઃ-
મોજે જગન્નાથ મંદિરના ગેટ નંબર-૪ ની આગળ, દુકાન નંબર-૪૮ ની પાછળ જમાલપુર શાર્કમાર્કેટની બહાર ના ભાગે જાહેરમાં.

ડિકોયની તા.૧૬/૦૯/૨૦૨૦

ગુન્હાની ટુંક વિગત:-
આ કામના ડીકોયરશ્રી તથા અન્ય શાકભાજીના છુટક ધંધો કરતા વેપારીઓ પાસેથી અવાર નવાર લાંચ લેવાતી હોવાની ચોક્કસ બાતમી આધારે ડિકોયરશ્રીનો સહકાર મેળવેલ , જેમા જેની વિગત મુજબ ડિકોયર પોતાની ગાડી મા ટામેટા ભરીને જગન્નાથ મંદિરના ગેટ નંબર-૪ ની આગળ, દુકાન નંબર-૪૮ ની પાછળ ના ભાગે, શાક માર્કેટની બહાર રાત્રીના સમયે ( વહેલી સવારના આશરે કલાક. ૦૩.૦૦ વાગ્યા થી ) ઉભા રહીને ટામેટા વેચવા નો ધંધો કરે છે. જે ડીકોયરશ્રીની ટામેટા ભરેલી ગાડીને ઉભી રાખવા અને ટામેટાનું વેચાણ કરવા દેવા માટે ગા.હવેલી પો.સ્ટે., ના પોલીસ વાહનના પોલીસ કર્મચારીઓ દ્વારા ડીકોયશ્રી પાસેથી દરરોજના રૂ.૫૦/- થી રૂ.૧૦૦/- સુધીનો ગેરકાયદેસર રીતે રૂપિયાની માંગણી કરતા હોવાનું બાતમી અને રજુઆત મળેલ.
જે આધારે આજરોજ ડીકોયની ઉપરોક્ત બનાવ સ્થળ ઉપર આવતાં ગા.હવેલી પો.સ્ટે., પી.સી.આર. વાન નંબર-૪૦ ના પોલીસના કર્મચારીઓ ડીકોયર પાસેથી ડીકોયરશ્રીની છોટા હાથી વાહન ઉભી રાખવા અને ટામેટાનું વેચાણ કરવા દેવા માટે તેઓ પાસેથી ગેરકાયદેસર રીતે રૂ.૧૦૦/- ની લાંચની માંગણી કરતાં આરોપી નં.(૧) નાઓએ લાંચની રકમ સ્વીકારી આરોપી નં(૨) અને (૩) નાઓએ મદદગારી કરી તમામ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનો કરી પકડાઇ જઇ ગુનો કર્યા બાબત.

ડિકોય કરનાર અધિકારી: શ્રી કે.પી.તરેટીયા, પોલીસ ઇન્સ્પેકટર,
એ. સી. બી. પો.સ્ટે.,
અમદાવાદ શહેર
સુપરવિઝન અધિકારી:- શ્રી કે.બી.ચુડાસમા
મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ,