નર્મદા ના ગામડાઓમાં કોરોના સંક્ર્મણ વધતા
ગામડાઓમાં 20 જેટલી આરોગ્ય વિભાગ ની ટિમો ઉતારીદેવાઈ

નર્મદા ના ગામડાઓમાં કોરોના સંક્ર્મણ વધતા
ગામડાઓમાં 20 જેટલી આરોગ્ય વિભાગ ની ટિમો ઉતારીદેવાઈ

600 જેટલાં લોકોએ કોરોના વેક્સીનેશનો લાભ લીધો

રાજપીપલા, તા24

નર્મદા જિલ્લા માં શહેર કરતા ગામડાઓમાં કોરોના સંક્ર્મણ વધુ પ્રમાણે છે અને જેને કારણે તંત્ર દ્વારા પણ ગામડાઓમાં 20 જેટલી આરોગ્ય વિભાગ ની ટિમો ઉતારીદીધી છે.


અને ઘરેઘરે જે 45 વર્ષ થી ઉપરના લોકો  છે જેને વેક્સિન ન લીધી હોઈ એમને સમજાવી
રહ્યા છે . કોરોના સંક્રમણને અટકાવવા માટે કોવિડ-19 વેક્સીનની રસી જ એક અમોધ શસ્ત્ર છે.આરોગ્યતંત્ર દ્વારા જિલ્લાના લાછરસ, વજેરીયા, જેતપુર, સોલીયા, સેજપુર અને કોલવાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે 45 થી વધુની વયના તમામ લોકોને કો-વેક્સીનની રસી આપવાની કામગીરી માંઆજે 600 જેટલાં લોકોએ કોરોના વેક્સીનેશનો લાભ લેવડાવ્યો હતો

આ અંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામિતે જણાવ્યું હતું કે, હાલમાં 45 થી વધુની વયના તમામ લોકોને જિલ્લાના જુદા જુદા 7 જેટલાં કેન્દ્રો ખાતે કોવિડ-19 ની કો-વેક્સીનની રસી આપવાઆપવામાં આવી  રહી છે વેક્સીન થકી જ મૃત્યુનું પ્રમાણ પણ ઘટાડી શક્યા છીએ. કોરનાથી સંક્રમિત થયા હોઇ તો પણ ઝડપથી સાજા થઇ શકીએ છીએ તેથી ગભરાયા વગર વેક્સીન લેવી ખૂબજ હિતાવહ છે. વેક્સીનથી સુરક્ષિત રહી શકીએ છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા