*પાલિકા વિસ્‍તારોમાં રેલ્‍વે ક્રોસીંગ ઉપર ઓવરબ્રિજ અંડરબ્રિજ માટે ૭૫૭.૩૭ કરોડ ફાળવતા-રૂપાણી*

રાજકોટ રૂપાણીએ ફાટક મુક્‍ત ગુજરાતની નેમને સાકાર કરવાની દિશામાં રાજયની ૨૦ નગરપાલિકા વિસ્‍તારમાં આવેલા રેલ્‍વે ક્રોસિંગ પર ૧૬ રેલ્‍વે ઓવર બ્રિજ અને ૧૦ રેલ્‍વે ક અંન્‍ડર બ્રિજ માટે ૭૫૭.૩૭ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.રેલ્‍વે ઓવર બ્રિજ બનવાના છે તેમાં ઓખા પાલીતાણા પાટણ તલોદ વિસનગર કરમસદ ઉમરેઠ અને બારડોલી માં ૧ ૧ રેલ્‍વે ઓવર બ્રિજ તેમજ વેરાવળ હિંમતનગર આણંદ અને પેટલાદમાં ૨ ૨ ઓવરબ્રિજ બનશે.