ધર્મ જાગૃતિ કેન્દ્ર ધ્વારા પ્રકાશીત તથા તેના પ્રમુખ પ્રમોદ શાહ ધ્વારા સંપાદિત “ગરીબી, ભૂખમરો અને કુપોષણ: સમસ્યા અને સમાધાન” પુસ્તકનું આજરોજ વિમોચન ગુજરાતના જાણીતા સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ ધ્વારા કરવામાં આવ્યું હતુ. આ પુસ્તકમાં ગુજરાતનાં જાણીતા લેખકોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ પ્રસંગે શ્રી બ્રહ્મભટ્ટે કહ્યું હતુ કે દેશની આઝાદીને સાત દાયકા થયા પછી પણ દેશમાં ભૂખમરો છે તે ખૂબજ કરૂણ બાબત છે. સમાજમાં રહેલી અસમાનતા તથા શિક્ષણના અભાવને કારણે પણ આ સમસ્યા દેશમાં વકરી છે. પ્રમોદ શાહે કહ્યું હતુ કે એક સંવેદનશીલ સમાજમાં કોઈપણ વ્યકતી ભૂખ્યો સુઈ જાય તે દયનીય સ્થિતી છે. દેશમાં આજે પણ ત્રીસ ટકા લોકોને પૂરતુ ભોજન નથી મળતુ તે કડવી વાસ્તવીકતા છે. એચ.એ.કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે પ્રતિભાવ આપતા જણાવ્યું હતુ કે ગાંધીજીના સ્વપ્નનું ભારત આપણે બનાવી શક્યા નથી જ્યાં સમાનતા, શિક્ષણ, અધિકાર, સ્વમાન તથા રોજગાર લોકોને સરળતાથી પ્રાપ્ત થાય. કાર્યક્રમનું સંચાલન અજય દોશીએ કર્યું હતું તથા આભારવિધી પરાગ શાહે કરી હતી
Related Posts
ચેમ્બરની ચૂંટણીનો જંગ બરોબર જામ્યો, પ્રગતિ પેનલની સામે આત્મનિર્ભર પેનલની રચના થઈ
ચેમ્બરની ચૂંટણીનો જંગ બરોબર જામ્યો, પ્રગતિ પેનલની સામે આત્મનિર્ભર પેનલની રચના થઈ ચૂંટણીના બે દિવસ પહેલાં જ નવી પેનલ બનાવવામાં…
સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાકટ કર્મચારીઓનું શોષણ થતું અટકાવવા આરોગ્ય સચિવને આવેદનપત્ર આપવામાં આવ્યું,
સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાકટ કર્મચારીઓ નું શોષણ થતું અટકાવવા સર્વ સમાજ સેના દ્વારા આરોગ્ય સચિવ ને આવેદનપત્ર આપવામાં આવ્યું,
*પોલીસની જીવન આસ્થાને આત્મહત્યાના વિચાર કરતા વ્યક્તિઓના ઓગસ્ટ સુધીમાં ૧૪૮૧૯ કોલ્સ મળ્યા*
ગાંધીનગર સમાજમાં આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પાંચ વર્ષ અગાઉ જીવન આસ્થા હેલ્પલાઈન શરૂ કરવામાં…