*રાજકોટમાં પીઆઇ ચાવડાની હાજરીમાં પ્રૌઢની હત્યા*

રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 10થી વધુ પોલીસની હાજરીમાં ટોળાંએ પ્રૌઢને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. વર્ષોથી ચાલતા જમીન મામલામાં કોર્ટના આદેશ મુજબ પોલીસ પ્રોટેક્શન હેઠળ પ્રૌઢ અને તેના પરિવારજનો જમીનનો કબજો લેવા ગયા હતા પીઆઇ ચાવડાએ જણાવ્યું હતું કે, બંદોબસ્ત નહોતો, માથાકૂટ થયાનો કોલ મળતાં પોલીસ પહોંચી હતી. ખરેખર બંદોબસ્ત હતો કે ઘટના બાદ પોલીસ પહોંચી તે તપાસનો વિષય બન્યો હતો