પંચમહાલ બ્રેકીંગ
આજ કાલના યુવાનોને ટીકટોક સ્ટાર બનવાનો ખુબ શોખ છે. ફિલ્મ સ્ટારોની જેમજ ટીકટોક સ્ટારની પણ બોલબાલા છે. પણ પંચમહાલના યુવાને તમામ હદ વટાવીને ટીકટોક વીડિયો બનાવતા ટીકટોક યુવાધનને કયા રવાડે ચઢાવી રહ્યુ છે તેનું તાદશ્ય ઉદાહરણ બહાર આવ્યું છે. ટીકટોકની દિવાનગીમાં યુવાન પોતાના જ શરીરને નુકસાન પહોંચાડતો વીડિયો વાયરલ થયો છે.
પંચમહાલમાં યુવાને TIK-TOKની ઘેલછાની હદ વટાવી
પંચમહાલમાં યુવકની ટીક ટોકને લઇ ઘેલછાએ તમામ હદ વટાવી છે. ઘોઘંબાના ભાનપૂરા ગામનાં યુવાનનો વીડિયો વાયરલ થયો છે. ટીક ટોકની ઘેલછામાં યુવકે શરીર પર લોહીયાળ નિશાન કર્યા છે.
બ્લેડથી પોતાની જાતને કરી જખમી
ધારદાર બ્લેડથી પોતાના શરીર પર એક પછી એક ચીરા પાડતો વીડિયો યુવાનોની ઈન્ટરનેટની ઘેલછા સામે લાવી રહ્યો છે. યુવકે પોતાના જ ઘરની છત ઉપર વીડિયો બનાવ્યો છે પરંતુ આ હદે પોતાની જાતને નુકસાન પહોંચાડીને મળેલી ફેમ અને નેમ શું કામની?
ભણવાની ઉમંરે યુવાધન ટીકટોક વીડિયોના રવાડે ચઢીને ગેરમાર્ગે દોરવાઈ રહ્યુ છે એટલું જ નહીં પરંતુ આ વીડિયો સમાજની આંખ ઉઘાડનારો છે જો આ જ રીતે યુવાધન આવા વાહિયાત કામોના રવાડે ચઢશે તો આગળ જતા વાસ્તવિક જીંદગીના કપરા ચઢાણ કેમના પાર પાડશે?