*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 13/09/2020 રવિવાર*

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી*
*તા. 13/09/2020 રવિવાર*
*

*સુરતમાં સ્પાની આડમાં ચાલતું ઈન્ટરનેશનલ રેકેટ ઝડપાયું*
અલથાણ ભીમરાડ કેનાલ રોડ ઉપર ઇન્ફિનિટી હબમા દુકાન નંબર 7મા ચાલતા સ્પામાં રેઈડ કરી હતી પોલીસને સ્પામાંથી બાંગ્લાદેશની 14 વર્ષની સગીરા અને પંજાબની 19 વર્ષની યુવતી મળી આવી હતી લોકડાઉન બાદ બંનેને સુરત લાવી અહીં ગોંધી રાખી દેહવિક્રય કરાવતા હોવાની હકીકત તેમની પૂછપરછમાં બહાર આવી હતી ત્રણ ઝડપાયા ચાર વોન્ટેડ જાહેર
**
*14થી 21 સપ્ટેમ્બર સુધી સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સ્વંયભૂ લોકડાઉન*
ખેડબ્રહ્મા શહેર-તાલુકામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસને નિયંત્રિત કરવા લોકોનો નિર્ણયસાવચેતીના ભાગરૂપે ખેડબ્રહ્મામાં સોમવારથી આઠ દિવસ તમામ બજારો દુકાનો બંધ રાખવા નિર્ણયફકત દૂધ મેડિકલ હોસ્પિટલ તથા સરકારી કચેરીઓ શાળા કોલેજો ચાલુ રહેશે
**
*ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી*
ચોમાસુ હવે અંતિમ તબક્કમાં છે. ત્યારે ગુજરાતમાં માથે એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જે સક્રિય થઈ રહી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.
**
*ઉમેદવારે અખબારોમાં ત્રણ વાર ગુનાહિત કેસ છાપવા ફરજિયાત છે*
ચૂંટણી પંચે નામાંકન માટે રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડી છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા તેમના ગુનાહિત રેકોર્ડના પ્રચારના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ મુજબ, રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો અને અપક્ષોને તેમની ગુનાહિત પૃષ્ઠભૂમિ વિશે ન્યુઝ પેપર અને ટેલિવિઝન પર ત્રણ વખત જાણ કરવી પડશે
**
*ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની સુરક્ષામાં વધારો કરાયો*
રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને “Z” કેડરની સુરક્ષા અપાઈ છે. કારણ કે, ગોધરાકાંડથી રાજ્યના ગૃહમંત્રી રાજકીય ક્ષેત્રમાં એક્ટિવ હોવાના પગલે તેમને આ સુરક્ષા અપાઈ હોવાનું માનવામાં આવે છે. અન્ય કારણમાં જોઈએ તો, આગામી ચૂંટણીને અનુસંધાને સલામતીને ધ્યાનમાં રાખી તેમને સુરક્ષા અપાઈ છે. વધુમાં તેઓ રાજ્ય બહાર પ્રવાસ કરતા હોવાના કારણે “Z” કેડરની સુરક્ષા અપાઈ છે.
**
*જામકલ્યાણપુરમાં આભ ફાટ્યું બે કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ*
તોફાની વરસાદે સમગ્ર જામકલ્યાણપુરને પાણી પાણી કરી દીધુ નદી-નાળામાં નવા નીર આવ્યા તો રસ્તાઓ પર અને કોઝવે પર પાણી ફરી વળ્યા
રાજ્યમાં વધુ એક લૉ પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે જેને કારણે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે.
**
*દેશભરમાં આજે યોજાશે નીટની પરીક્ષા*
ધોરણ-12 બાદ મેડિકલમાં પ્રવેશ માટે દેશભરમાં આવતીકાલે નીટ પરીક્ષા યોજાશે. નીટ પરીક્ષા ઓફલાઇન લેવામાં આવશે. ત્રણ કલાકની આ પરીક્ષા બપોરે 2 વાગ્યે શરૂ થશે જોકે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર સવારે 11 વાગ્યે પ્રવેશ આપવામાં આવશે. બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયનું સંયુક્ત પેપર કુલ 700 ગુણનું હશે
**
*ઇ-મેઇલ આઇડી કુલપતિના નામે બોગસ બનાવવામાં આવી હતી*
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નામથી લોકોને મેલ કરવામાં આવ્યા હતા. ઇન્ચાર્જ વીસીના ધ્યાને આ વાત આવતા તાત્કાલિક વીસી સક્રિય થયા હતા અને તમામને સાચી માહિતી મળે તે માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. ઇ-મેંલ બોગસ નહિ હતા પરંતુ આખી ઇ-મેઇલ આઇડી જ કુલપતિના નામે બોગસ બનાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને કુલપતિએ ગંભીરતાથી લઇને તાત્કાલીક સાચા મેઇલ આઇડિની નોટીસ જાહેર કરી હતી. ટુક સમયમાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.
**
*તેઓ મારી નજીક આવ્યા અને મને આલિંગન કરીને ચુંબન કરવા લાગ્યા*
સ્વામી નારાયણ સંપ્રદાયનું વડુ મથક ગણાતા વડતાલ મંદિરના કોઠારી અને કરજણ પાસેના કંડારી ગુરૂકુળના સંસ્થાપક ઘનશ્યામ પ્રકાશદાસ શાસ્ત્રી સ્વામી સામે તેમના જ શિષ્યએ ગંભીર આરોપ લગાવ્યો છે કે, ગુરૂ ઘનશ્યામ પ્રકાશદાસે તેમની સાથે છ વર્ષ સુધી અવારનવાર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતુ. સ્વામીની સેક્સ લીલા અંગે તેમના જ શિષ્યએ કરજણ પોલીસ મથકે લેખિત અરજી કરી છે.
*
*કોરોનાને હળવાશમાં ન લો: નરેન્દ્ર મોદી*
નવી દિલ્હી રસી ન શોધાય ત્યાં સુધી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને કોરોના રોગચાળા તરફ ગાફેલ નહીં રહેવાનો અનુરોધ કર્યો હતો. વૈજ્ઞાનિકો કોરોનાની રસી તૈયાર ન કરે ત્યાર સુધી ફેસ માસ્ક્સ પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ દો ગજ કી દૂરી જાળવવામાં બેદરકારી ન રાખવા વડા પ્રધાને જણાવ્યું હતું.
**
*ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેશે: શંકરસિંહ વાઘેલા?*
નવસારી રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર ગુજરાતમાંથી દારૂબંધી દૂર કરવાની વાતને અનુમોદન આપ્યું છે. આ અંગે વાઘેલાએ કહ્યું કે રાજ્યમાં ગાંધી-સરદારના નામે બહુ થયું અને હવે આ બધું બંધ કરી દારૂબંધી હટાવી લેવી જોઇએ અગાઉ વાઘેલાએ કહ્યું હતું કે જો તેમના પ્રજા શક્તિ મોરચા સમર્થિત સરકાર આવશે તો દારૂબંધી હટાવી લેશે
**
નેવી ઑફિસરને ઉદ્ધવ વિરોધી પોસ્ટ ફૉર્વર્ડ કરવાની સજા મળી
મુંબઈ કાંદિવલીમાં મદન શર્માની મારપીટ બદલ શાખા પ્રમુખ સહિત ૬ શિવસૈનિકો સામે ફરિયાદ કાંદિવલીના સિનિયર સિટિઝન મદન શર્માને માર માર્યાનું સીસીટીવી ફૂટેજ કંગના રનોટના મુદ્દે શિવસેનાની ખરી ટીકા થઈ રહી છે
**
બંગાળ: સાબિત થાય તો ૧૦૦ ઊઠબેસ કરશે: મમતા સરકાર
બંગાળ સરકારે મમતાએ દાવો કર્યો હતો કે જો પશ્ચિમ બંગાળ સરકારે આ વર્ષે દુર્ગા પૂજા નહીં યોજાય એવું કહ્યું હોવાનું સાબિત થાય તો ‘તેઓ પ્રજાની હાજરીમાં 100 ઊઠબેસ કરશેપશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ આક્ષેપ કર્યો હતો
**
33 વર્ષના યુવકે 80 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર કર્યો
નહીં દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલીવારે કહ્યું અહીંયા કોઈ સલામત નથીદેશમાં બળાત્કારનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે દિલ્હીના છાવલા વિસ્તારની એક શરમજનક ઘટના સામે આવી છે. 80 વર્ષની વૃદ્ધ મહિલા સાથે 33 વર્ષના યુવકે દુષ્કર્મ કર્યું છે
**
*વિનર વિનર ચિકન ડિનરનો ઉચ્ચાર કરતા પબજી ગેમની અંતિમયાત્રા કાઢી*
ચીની તથા અન્ય વિડિયો-ગેમ્સના વિવિધ પ્રકારના વિવાદ વચ્ચે પબજી ગેમના ચાહકો એ ગેમનો જનાજો કાઢીને વિનર વિનર ચિકન ડિનર સૂત્રનો ઉચ્ચાર કરતા હોય એવો વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર મુકાયો છે ચીની તથા અન્ય વિડિયો-ગેમ્સના વિવિધ પ્રકારના વિવાદ વચ્ચે પબજી ગેમના ચાહકો એ ગેમનો જનાજો કાઢીને ‘વિનર, વિનર, ચિકન ડિનર’ સૂત્રનો ઉચ્ચાર કરતા હોય એવો વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર મુકાયો છે
*
*7 વર્ષનો ટાબરિયો સ્પાઇડરમૅનનો અવતાર*
નવી દિલ્હી કાનપુરના બાળકોને કૉમિક બુક અને સિરીઝના પાત્રો કે સુપરહીરો બહુ ગમતા હોય એ તો સ્વાભાવિક છે. કાનપુરના સાત વર્ષના યશરથ સિંહ ગૌરને પણ સુપરહીરો તરીકે સ્પાઇડરમૅન બહુ જ પસંદ છે. જોકે યશરથની વાત બીજા બાળકોથી જુદી એટલા માટે છે કે તે માત્ર સ્પાઇડરમૅનના રમકડા એકઠા કરવા કે એની ફિલ્મો જોવા સુધી જ નહીં, જાતે પણ સ્પાઇડરમૅનની જેમ દીવાલો ચડવાનું પૅશન ધરાવે છે
**
*ઉકાઇ ડેમની સપાટી 339.75 ફૂટ નોંધાઇ હતી*
સુરત શહેરમાં દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા આગામી દિવસમાં બંગાલની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થતા 15થી 17 સપ્ટેમ્બર વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.વિતેલા 24 કલાકમાં ઉકાઇ ડેમના ઉપરવાસમાં 21 રેઇન ગેજ સ્ટેશનમાં કુલ 8 ઇંચથી વરસાદ નોંધાયો છે.
**
*ટેક્સ બચાવવા એક જ નંબરની 2 બસ: નં. જીજે.14.વી.9911*
સુરત સરથાણામાં બિનવારસી બસમાંથી ભોપાળું ખુલ્યું એક જ નંબર પ્લેટ લગાવીને બે બસોને સુરતથી અમરેલી વચ્ચે દોડાવી આરટીઓ ટેક્ષની ચોરી કરતા સાળા બનેવી વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. પુણા ગૌતમપાર્ક સોસાયટીમાં રહેતા હરેશ નરશીભાઇ ગોટીએ ફેબ્રુઆરીમાં સેકન્ડમાં લકઝરી બસ નં. જીજે.14.વી.9911 ખરીદી હતી. અને ભોલેનાથ ટ્રાવેલ્સના નામને ટ્રાવેલ્સનો ધંધો શરૂ કર્યો હતો
**
*સુરત એક જગ્યા માટે કુલ 4 અરજી આવી જે પૈકી 3 નામંજૂર*
મહાપાલિકામાં સિટી ઇજનેર ઉમેદવાર છેલ્લી ઘડીએ હટી જતા આશ્ચર્ય સુરત એક જગ્યા માટે કુલ 4 અરજી આવી જે પૈકી 3 નામંજૂર થઈ હતીપાલિકામાં ચાવીરૂપ ગણાતી સિટી ઇજનેરની ભરતી માટે ઉમેદવારના ઇન્ટરવ્યૂની તારીખ નક્કી કરવા મળેલી ખડી સમિતિની બેઠકમાં એક માત્ર માન્ય થયેલા ઉમેદવાર હટી ગયા હતા. જેથી સિટી ઇજનેરની ભરતી દફતરે કરવામાં આવી છે.
**
*ઓકટોબરથી ટ્રસ્ટ પર આઇટીનો સંકજો વધુ કસાશે*
સુરત ઓકટોબર એટલે કે 20 દિવસ બાદ ટ્રસ્ટ અને આવકવેરા વિભાગના વ્યવહારો વચ્ચે વધુ પારદર્શકતા લાવવા માટેની કવાયત શરૂ થવા જઈ રહી છે અલબત્ત, આ અગાઉ તમામ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને તે હેઠળ આવતી સંસ્થાઓએ અનેક પ્રકારની માહિતીઓ અપલોડ કરવાની છે. જો કે, નવાઈની વાત એ છે કે હજી સુધી ટ્રસ્ટોએ રીર્ટન નંબર-7 જે ભરવાનું છે
**
*સુરત જિલ્લા પોલીસ વડાએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના*
જલારામ સ્ટોન ક્વોરીના માલિક અને સહકારી અગ્રણી દુર્લભભાઈ પટેલે કરેલા આપઘાત પ્રકરણમાં ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસવડાએ સીટની રચના કરી છે. ડીવાયએસપીની તપાસમાં પોલીસ ઇન્સ્પેકટર, પીએસઆઇ સહિત એસઓજી, એલસીબીના 20 માણસો જોડાશે.
**
*અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં અચાનક આવેલા પૂરથી હાહાકાર*
વોશિંગ્ટન અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં આવેલા ફ્લેશ ફ્લડથી રસ્તા પર પાણી ફરી વળતાં કાર પણ ડૂબી ગઈ હતી.રાહત અને બચાવ માટે બોટ વોશિંગ્ટન ડીસીના મુખ્ય માર્ગ પર ફરતી જોવા મળી હતી. અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો.
**
*બોડાણાએ ખેડબ્રહ્માના માલિક પાસેથી ૧ લાખ લાંચ લીધેલી હતી?*
સુરત સાયણ શુગર ફેકટરીના માજી ડિરેક્ટર દુર્લભભાઈ પટેલના આત્મહત્યા પ્રકરણમાં આરોપી પીઆઇ બોડાણા વર્ષ 2015 માં ખેડબ્રહ્મામાં પીએસઆઇ હતા ત્યારે ક્વોરી માલિકની કાર ચોરાતાં કાર્યવાહી કરવા 1 લાખની લાંચ માંગી હતી પીઆઈ બોડાણાએ પોતાના વાઉચર મારફતે લાંચ માંગતા એસએબીએ વાઉચરને રંગેહાથ ઝડપી લીધો હતો જોકે, બાદમાં આ કેસમાં એસીબીએ સમરી ભરી હતીસાયણ શુગર ફેકટરીના માજી ડિરેક્ટર દુર્લભભાઈ પટેલના આત્મહત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી રાંદેર પીઆઇ લક્ષ્મણસિંહ પ્રતાપસિંહ બોડાણા વિરુદ્ધ પાંચ વર્ષ અગાઉ બનાસકાંઠા એસીબીએ કાર્યવાહી કરી હતી
**
*લાંચમાં ઝડપાયેલા પીએસઆઇને જેલમાં મોકલી દેવાયો*
વડોદરા દવાના વેપારી અને એક બુટલેગર વચ્ચેના ઝઘડામાં વેપારી સામે થયેલી એટ્રોસિટિની અરજીના નિકાલ માટે પીએસઆઇએ ૫૦ હજારની લાંચ માંગી હતી રકઝકના અંતે ૧૦ હજાર આપવા તેવું નક્કી થયું હતું જો કે વેપારીએ લાંચની રકમ આપવી નહી હોવાથી એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી અને તેના આધારે ગોઠવેલા લાંચના છટકામાં ડભોઇયા પોલીસચોકીમાં પીએસઆઇ લાંચ લેતા ઝડપાઇ ગયા હતા
**
*એનસીપીમાંથી છેડો ફાડી ૫૦ કાર્યકર્તા કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ*
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પૂર્વ તૈયારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ હવે રાજકીય પક્ષોમાં થી આવન જાવન દોર શરૂ થયો છે. એનસીપીમાંથી છેડો ફાડી ૫૦ કાર્યકર્તા કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા છે.વડોદરા શહેર કૉંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષ ના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ ભથ્થુંભાઈની હાજરી માં વડોદરા ઉપપ્રમુખ ચિંતન પટેલ સહિત 50 કાર્યકરો કૉંગ્રેસ પક્ષ માં જોડાયા
**
*ધો.૧૨ની પુરક પરીક્ષા 28મીથી લેવાનો નિર્ણય*
અમદાવાદ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનો આજે કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે.જે મુજબ ૨૮મી સપ્ટેમ્બરથી પરીક્ષા લેવાશે.આ વર્ષે પ્રથમવાર રેકોર્ડબ્રેક ૧.૨૪ લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે.
ગુજરાત શિક્ષણ બોર્ડની માર્ચમાં લેવાતી મુખ્ય પરીક્ષા બાદ જુલાઈમાં ધો.૧૦ માટે બે વિષય અને ધો.૧૨ સાયન્સ માટે પણ બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીની પુરક પરીક્ષા લેવાય છે
**
*મુંદરા-બારોઈ નગરપાલિકાની ચુંટણીમાં ૮૦ મુરતિયા મેદાને*
મુંદ્રા, મુંદરા બારોઈ નગરપાલિકા જાહેર થતા સિમાંકનો અને વોર્ડ રચનામાં રાજકારણના ખેરખા અને તજજ્ઞા પોતપોતાની રીતે સીમાંકનો તેમજ વોર્ડરચનાના વિસ્તારોમાં ફેરફાર કરાવવા કમર કસી રહ્યા છે. જ્યારે બીજીતરફ જાગૃત કાર્યકરો ગમે તે વોર્ડ રચના આવે પરંતુ ચુંટણી તો લડીશું જ એવો નિાર્ધાર કર્યો છે.
**
*આણંદ વિદ્યાનગરમાં બોગસ કોલ સેન્ટર પકડાયું*
અમદાવાદ આણંદ પાસેના લાંભવેલ નજીકથી એક બનાવટી કોલ સેન્ટર પકડાયું હોવાની ઘટનાની યાદ હજી તાજી છે ત્યાં વહેલી સવારના સુમારે આણંદ એસઓજી પોલીસે વિદ્યાનગરના મોટા બજાર વિસ્તારમાં આવેલ એક બંગલામાં ઓચિંતો છાપો મારીને બનાવટી કોલ સેન્ટર ચલાવતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડયા હતા.
**
*ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભગવો લહેરાયો*
અમદાવાદ નડિયાદ ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખના પદ માટેની આજે યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ૧૬ કોંગી સભ્યોની સામે ૨૮ ભાજપી સભ્યોના સમર્થન મળતા નયનાબેન પટેલે બીજા અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ પદ જાળવી રાખ્યું છે
**
*ઉપપ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો ૬ મતે વિજય*
અમદાવાદ પાલનપુર કોંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા બીજી ટર્મના પ્રમુખ-ઉપપ્રમુખ માટે ચુંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખની બેઠક આદિજાતિ મહિલા અનાત હોઈ શાસકપક્ષ કોંગ્રેસના આદિજાતિ મહિલા સદસ્ય દ્વારા પ્રમુખપદે ઉમેદવારી નોંધાવી હતી.
*