*પોલીસની જીવન આસ્થાને આત્મહત્યાના વિચાર કરતા વ્યક્તિઓના ઓગસ્ટ સુધીમાં ૧૪૮૧૯ કોલ્સ મળ્યા*

ગાંધીનગર સમાજમાં આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પાંચ વર્ષ અગાઉ જીવન આસ્થા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી. જે આત્મહત્યા કરવા પહોંચેલા અન વિચાર કરતા વ્યક્તિઓ સાથે કાઉન્સેલીંગ કરીને તેમને પાછા વાળે છે. અત્યાર સુધી આ હેલ્પલાઈનને ૭૦૮૧૬ જેટલા કોલ મળ્યા છે