આજે મળીએ અમિતાભ બચ્ચનનાં એક અનોખા અમદાવાદી ચાહકને. કે જે દર વર્ષે બિગ બી ની અનોખી રીતે કરે છે મેરેજ એનિવર્સરીની ઉજવણી.

અમિતાભ બચ્ચન 3 જૂન 1973માં પત્ની જયા બચ્ચન સાથે લગ્ન કર્યા હતા.

આજે અમિતાભ બચ્ચન અને જ્યાંના લગ્નને 47 વર્ષ થયાં છે.

ત્યારે આજે મળીએ અમિતાભ બચ્ચન ના એક અનોખા અમદાવાદી ચાહકને. કે જે દર વર્ષે બિગ બી ની મેરેજ એનિવર્સરીની અનોખી રીતે ઉજવણી કરે છે. દર વર્ષે અમદાવાદના નરેન્દ્ર ભંડારી આજના દિવસે ગરીબ દર્દીઓને પોતાના ખર્ચે દવાઓ લાવી આપી અને અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની આ સુંદર જોડીના આરોગ્ય સારું રહે તેવી પ્રાર્થના કરી ગરીબોને દવાઓનું વિતરણ કરતા હોય છે.

નરેન્દ્ર ભંડારી અમિતાભ બચ્ચન ના

વિશ્વમાં એકમાત્ર એવા ચાહક છે, કે તેમણે પત્ની નું નામ જયા અને દીકરીનું નામ શ્વેતા રાખેલ છે.

વળી એટલું જ નહીં પરંતુ નરેન્દ્ર ભંડારી પાસે અમિતાભ બચ્ચનના ચાર પેઢીઓના હસ્તાક્ષર વાળા પત્રો પણ સાચવી રાખેલા છે નરેન્દ્ર ભંડારી પાસે અમિતાભ બચ્ચનના 118 પત્ર વ્યવહાર કરેલા છે જેમાં અમિતાભની સહી સાથે પત્ર વ્યવહાર થયેલ છે.

થોડાક વર્ષો પહેલા ભૂતપૂર્વ મેયર અસિત વોરા ના હસ્તે સમગ્ર વિસ્તારના રહીશોને એકત્રિત કરી અને કેક કટિંગ કરી અમિતાભ બચ્ચન ના મેરેજ એનિવર્સરી નું સેલિબ્રેશન પણ તેમણે કર્યું હતું.