અમદાવાદમાં સી પ્લેનનું એરોડ્રામ બનાવવા જમીન ફાળવાઈ*

અમદાવાદ પાલડી બાજુના રિવરફ્રન્ટના આંબેડકર બ્રિજ પાસેની જમીન નાગરિક ઉડ્ડયન વિભાગને આપવાનો નિર્ણય લેવામાં આવ્યોગુજરાતમાં ઓક્ટોબર મહિનાથી બે સ્થળેથી સી પ્લેન સેવા શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનારી આ સી પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પાલિતાણામાં શેત્રુંજી નદીના સ્થળની પસંદગી કરવામાં આવી છે.