એચ.એ.કોલેજમાં આત્મહત્યા નિવારણ ઉપર વેબીનાર યોજાયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં એન.એસ.એસ. તથા એન.સી.સી. ધ્વારા “આત્મહત્યાથી કેમ બચવુ” વિષય ઉપર વેબીનાર યોજવામાં આવ્યો હતો. ગુજરાતના જાણીતા મનોચિકિત્સક ડૉ. વિનોદ ગોયેલે તજજ્ઞ તરીકે વિચારો વ્યક્ત કર્યા હતા. ડૉ. ગોયેલે કહ્યું હતું કે જીવનમાં મળેલી નિષ્ફળતા કે તમારી અપેક્ષામુજબ પરિણામ પ્રાપ્ત ના થાય તો આવા લોકો આત્મહત્યા કરવાનું વિચારે છે. જીવનમાં સકારાત્મક અભિગમ તથા પોતાનો આત્મવિશ્વાસ ઉભો કરી સખત પરિશ્રમ કરીને પ્રમાણીકતાથી કરેલા પ્રયત્નો તમને સફળ વ્યક્તી બનાવે છે. ડિપ્રેશનથી વ્યક્તીને નકારાત્મકતા ઉભી થાય છે જેનાથી પોતાનામાં રહેલી શક્તિઓનો ઉપયોગ કરી શકતો નથી, આથી વ્યક્તી દુખી થઈને નિરાશા તરફ જાય છે. કોલેજનાં પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું હતું કે આજના યુવાનો વધારે મહત્વકાંક્ષી છે. ખુબજ ઓછા સમયમાં ધનવાન થવાના સપના જોવે છે. સખત હરીફાઈને કારણે તણાવયુક્ત બને છે. જેનાથી પોતાનું સ્સ્થાન ઉભું કરવામાં નિષ્ફળતા મળે છે. આથી જીવનમાં સફળ થવા માટે સખત પરિશ્રમ, વ્યવહારૂ અભિગમ, એકબીજાને મળવુ, સ્પોર્ટ્સ તથા સંગીતનો શોખ રાખવો વિગેરે અપનાવવાથી આત્મહત્યાનો ક્યારેય વિચાર નહી આવે.