અમદાવાદની કર્ણાવતી કલબમાં 3 લોકોને કોરોના પોઝિટિવ. 9 લોકોને કોરોનાની વહેતી થયેલ વાત અફવાહ.

અમદાવાદની કર્ણાવતી કલબમાં 3 લોકોને કોરોના પોઝિટિવ. 9 લોકોને કોરોનાની વહેતી થયેલ વાત અફવાહ.

અમદાવાદ: શહેરની પ્રખ્યાત ગણાતી એસ.જી. હાઇવે પર આવેલ કર્ણાવતી ક્લબના મેનેજરો સહિત કુલ 9 જણાંને કોરોના પોઝિટિવ આવ્યા હોવાની વાત વહેતી થતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. કલબના પ્રમુખ એન.જી. પટેલે આ વાતને અફવાહ ગણાવતા માત્ર 3 જ લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેમના કારણે અન્ય લોકો સંક્રમણમાં આવ્યા હોવાથી તમામને હોમ કવોરોન્ટાઇન કરી દેવાયા છે. જેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમને તબીબી સારવાર લેવા સૂચના અપાઈ છે તેની સાથોસાથ જોખમી પ્રવુત્તિઓ બંધ કરી દેવાની સૂચના આપી હોવાનું પણ જણાવ્યું છે.