*જામનગર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડ કવાર્ટસ ખાતે વનમહોત્સવ 2020 હેઠળ ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવ્યું.*

જામનગર* ગુજરાત સરકાર દ્વારા રાજયકક્ષાના વન મહોત્સવ-2020ના કાર્યક્રમનું સમગ્ર રાજયમાં આયોજન હાથ ધરવામાં આવ્યું છે જે અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડ કવાર્ટસ ખાતે વનમહોત્સવ 2020 હેઠળ ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

જામનગર જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં પોલીસ હેડ કવાર્ટસ ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં જામનગર જિલ્લા પોલીસ વડા શ્વેતા શ્રીમાળી, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન સુભાષભાઇ જોષી, આ વિસ્તારના કોર્પોરેટર કિશનભાઇ માડમ, જયેન્દ્રસિંહ ઝાલા, ચેતનાબેન પુરોહિત અને જનકબા જાડેજા અને ડીવાયએસપી એ.પી.જાડેજા સહિતના આગેવાનો, અધિકારીઓએ વૃક્ષારોપણ કર્યુ હતું.