*બજેટ 2020: નાણાં પ્રધાને સામાન્ય જનતાને આવકવેરામાં શરતો સાથે રાહત આપી*

નવી દિલ્હી આર્થિક મંદીના વાતાવરણ વચ્ચે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. સંસદમાં તેમણે આ બીજી વાર બજેટ રજૂ કર્યું છે. આ વખતના બજેટમાં એમણે સામાન્ય માનવીને મોટી રાહત આપી છે અને 2.5 લાખ સુધીની આવક કરમુક્ત રહેશે એમણે હવે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. 2.5 લાખથી 5 લાખ સુધીની આવકને 5 ટકાનો દર લાગુ કરાશે.