બેંક ખાતા ધારકોને જેની ખાસ આશા હતી એ આશા ઉમ્મીદ સે જ્યાદા ફળી છે. થોડા વખત પહેલાની પીએમસી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓ.બેંક બેંકની કટોકટી બાદ અનેક ખાતા ધારકોના નાણાં અટવાયા ત્યારે બેંકમાં મૂકાયેલા નાણાં કેટલા સુરક્ષિત છે એ સવાલ ઊઠયા હતા અને એ સમયે બેંકમાં મૂકાયેલી-જમા કરાયેલી રકમ કેટલી પણ હોય તેનું વીમા રક્ષણ માત્ર એક લાખ રૂપિયા જેટલું જ છે. અર્થાત બેંક ડૂબે કે નાદાર થાય તો ધારકને માત્ર એક લાખ રૂપિયા સુધીની રકમ વીમા પેટે પાછી મળતી. આ રકમ લગભગ અઢી દાયકાથી એની એ જ રહી હતી. આ વખતના બજેટમાં આ વીમા રક્ષણની રકમ વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવાઈ છે. જે અત્યારસુધી માત્ર એક લાખ રૂપિયા હતી. આ મર્યાદા રૂ. બે લાખ સુધી વધવાની ધારણા કે આશા હતી, જેની સામે નાણાં પ્રધાને પાંચ લાખ કરીને બેંક ખાતા ધારકોને મોટી રાહત આપી છે.
Related Posts
*વિજાપુરમાં ભેળસેળયુક્ત સીંગતેલનું કૌભાંડ ઝડપાયુ*
મહેસાણાના વિજાપુરમાં ભેળસેળયુક્ત સીંગતેલનું કૌભાંડ ઝડપાયુ શ્રીજી ટ્રેડર્સ નામની પેઢીમાં દરોડા અડધા લીટરથી લઇને 15 કિલો સુધી અંદાજે અઢી લાખના…
લાયન્સ ક્લબ દ્વારા જન સાધના ટ્રસ્ટ (નિરાધાર વડીલો)સાથે રક્ષાબંધનની ઉજવણી.
લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ , બ્રિલિયન્સ , ફોર્ટ અને સેન્ટ્રલ ક્લબના સંયુક્ત ઉપક્રમેરક્ષાબંધન પર્વની ઉજવણી જન સાધના અશક્તાશ્રમ…
*જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવાયું* શોપિયાનાં શિરમલ વિસ્તારમાં IED મળી આવ્યો બોમ્બ સ્કવોડને IED મળ્યાની માહિતી આપવામાં આવી…