*તમિલનાડુ: ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ ૯ મહિલાઓના મોત*

નવી દિલ્હી તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં એક ફટકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક પ્રશાસન પાસેથી મળતી માહિતી મુજબ, મૃતકોની સંખ્યા વધે તેવી શકયતા છે.