જાહેર થયું gujcet નું રિઝલ્ટ*

તાજેતરમાં લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. GSEBની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે પરિણામ મૂકાઈ ગયું છે ગુજરાતભરમાંથી 1 લાખ 6 હજાર 161 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી ગુજકેટની પરીક્ષા એન્જિનિયરિંગ-ફાર્મસીમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. આ વર્ષે કોરોના કાળમાં 5 મહિના મોડી પરીક્ષા લેવાઈ હતી. સામાન્ય રીતે માર્ચ મહિનામાં જ ગુજકેટની પરીક્ષા લેવાઈ જતી હોય છે. જોકે, હાલ વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ નહિ કરવામાં આવે. પૂરક પરીક્ષાની માર્કશીટ સાથે આગામી દિવસમાં ગુજકેટની માર્કશીટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.