“સામાન્ય લોકોને એવી ઇમેજ છે કે સફળ કલાકારોના સંતાનો આસાનીથી કલાકાર બનતા હોય છે, જાણીતા કલાકારોના સંતાનોનું સફળ એક્ટર બનવું સરળ નથી. મારા જીવનમાં મળેલો પહેલો એવોર્ડ પણ ખરીદ્યો હતો…” રીશી કપૂરે પુસ્તક ખુલ્લમ ખુલ્લામાં કબૂલાત કરી હતી.
પ્રેમરોગના શૂટિંગ પછી પાંત્રીસ વર્ષ પછી પુસ્તક વિમોચન માટે વડોદરાના કબીર ફાર્મમાં આવ્યા હતાં.
પુસ્તક વિમોચન દરમિયાન લેક્ચર આપ્યું હતું, રીશી કપૂરના જણાવ્યા મુજબ, તેઓનું પરિવાર પંજાબી હોવા છતાં તેમને પંજાબી આવડતી ન હતી, એ જ રીતે મહારાષ્ટ્રમાં રહેવા છતાં મરાઠી આવડતી ન હતી.
બોબીની સફળતા પછી ચોકલેટી ઇમેજ હતી, સમય એંગ્રીયંગમેનનો હતો. આ યુગમાં ટકવું ખૂમ મુશ્કેલ હતું. ફિલ્મના એકસો છ વર્ષમાં નેવું વર્ષ કપૂરોનુ વર્ચસ્વ હોવા છતાં એકપણ કપૂરે આત્મકથા લખી નથી, મેં પહેલો પ્રયાસ કર્યો છે….
રીશીએ એક ઇન્ટરેસ્ટિંગ અનુભવ કહ્યો હતો, શ્રી 420માં બે વર્ષની ઉંમર હતી, નરગીસ ચોકલેટની લાલચ આપીને એક્ટિંગ કરાવતા. બોબીમાં મેં શાયર ગીતમાં કોઈ પણ અભિનેતાની અસર ન દેખાય તે માટે કોરિયોગ્રાફરનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.
ફિલ્મોમાં અનેક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનો અભિનય કરવાવાળા રીશી કપૂરને એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા આવડતું ન હતું. તેમના મતે ખાલી ઓડિયન્સને ફીલ કરાવતા આવડતું હતું. કુંભના મેળા કે હિરોઈનના પૈસાવાળા બાપની સ્ટોરી બંધ થઈ અને કપૂર એન્ડ સન્સ જેવી ફિલ્મમાં નેવું વર્ષના દાદાનો રોલ કરવો ગમે છે….
Deval Shastri😢