રાજપીપળામાં ધોળે દિવસે નાણાની ચલઝડપ. અજાણ્યા ચોરી ઇસમે મહિલાની થેલી કાપીને તેમાંથી પર્સ તફડાવ્યું.

પર્સમાં રોકડા રૂ. 9000/- તથા અસલ ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, પાસબુકની ચોરીની ફરિયાદ.
બેન્કમાંથી પેન્શનના ઉપાડેલા નાણા મહિલાએ ગુમાવ્યા.
રાજપીપળા, તા.5
રાજપીપળામાં ધોળે દિવસે નાણાની ચલઝડપ નો બનાવ બનવા પામ્યો છે. જેમાં અજાણ્યા ચોરી ઇસમે મહિલાની થેલી કાપીને તેમાંથી પર્સ તફડાવી
પર્સમાંથી રોકડા રૂ. 9000/- તથા અસલ ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, પાસબુકની ચોરી કરતા રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદની વિગત મુજબ કોઇ અજાણ્યા ચોર ઇસમે તા.3/9/20 ના રોજ રમીલાબેન ભીખાભાઈ મોહનભાઈ પાદરીયા (રહે, લાછરસ પટેલભાગ વેરાઈ માતાના મંદિર પાસે )તથા પૌત્રી હિતીસાબેન સાથે પોતાના ઘરેથી રાજપીપલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સ્ટેશન રોડ ખાતે આવેલ અને બેંકમાં પોતાના પેન્શનના રૂપિયા ઉપાડવા તથા ખરીદી કરવા માટે આવેલ હતા. અને ત્યારબાદ રાજપીપલા સ્ટેટ બેન્ક થી રૂ. 10,000/- ઉપાડી તેમાંથી 1000 /-રૂ. બહાર કાઢી બીજા 9000/- લેડીઝ પર્સમાં મૂકીને કાપડની બેગમાં મૂકીને સ્ટેશન રોડ ઉપર ચાલતા ચાલતા નીકળેલા ત્યારબાદ માર્કેટમાં શાકભાજીની ખરીદી કરીને ઘરે જવા માટે ખાટકીવાડ પાસે આવેલ દર્શન બેકરી આગળ આવતા આશરે દોઢેક વાગ્યાનો સમય થયેલો હતો તે વખતે રમીલાબેનની નજર થેલા પર પડતા થયેલાને ઉભો સાઈડ પરથી કાપેલો હતો.જેથી થેલીની ચેન ખોલી તપાસ કરતા તેમાંથી નાનું લેડીઝ પર્સ જેમાં રૂ. 9000/- તથા રમીલાબેન નો અસલ ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, સ્ટેટ બેંકની પાસબુકની ચોરી થયાનું જણાતા રાજપીપળા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા