તાજેતરમાં તા.૨૯
ઓગષ્ટથી ૧ સપ્ટેમ્બર વચ્ચે સરદાર સરોવર ડેમના દરવાજા થકી હેઠવાસમાં
પાણી છોડવાના સરદાર સરોવર નર્મદા નિગમના વ્યવસ્થાપન અંગેસરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સ્પષ્ટતાકરવામાં આવી છે કે ચાલુ ચોમાસાની ઋતુમાં સરદાર સરોવર ડેમના સંચાલન તથા વ્યવસ્થાપનઅંગેના નિર્ણયો સુપ્રસ્થાપિત ઈજનેરી સિધ્ધાંતોને ધ્યાનમાં રાખીનેજ લેવામાં આવે છે. ઉપરવાસના
મધ્યપ્રદેશના બંઘોના ઈજનેરો, સેન્ટ્રલ વોટર કમીશન તથા નર્મદા કંટ્રોલ ઓથોરીટી સાથે સતત
સંકલન જાળવીને જે રીતે આ સંચાલન કરવામાં આવ્યું તેનાથી ભરૂચ શહેર અને તેની આજુ
બાજુના ગામોમાં વિનાશક પૂરની સંભવિત મોટી હોનારત ટાળી શકાઈ છે.
અમરકંટક થી સરદાર સરોવર ડેમ
સુધીનો ૧૧૬૩ કિ.મી. લાંબી સમગ્ર નદીના સ્ત્રાવ વિસ્તારમાં વ્યાપક વરસાદ થતાં બાર્ગી, તવા,
ઈન્દીરાસાગર તથા ઓમકારેશ્વર જેવા ડેમ છલકાઈ જતાં ઉપરવાસ માંથી સતત મોટા પ્રમાણમાં
પાણી છોડવામાં આવેલ જેમાં ઓમકારેશ્વર તથા સરદાર સરોવરની વચ્ચે પડેલા ભારે વરસાદનો
વઘારો થતાં સરદાર સરોવર ડેમમાંથી તા.૨૮ ઓગષ્ટના સાંજે ૬:૦૦ વાગ્યાથી ૫૦,૦૦૦
કયુસેકસ પાણી છોડવાનું શરૂ કરી રાત્રે ૧૧:૦૦ વાગે ૨.૬૫ લાખ કયુસેકસ પાણી છોડવામાં
આવેલ છે ત્યારબાદ તબકકાવાર વઘારી તા.૨૯ ઓગષ્ટ રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં ૭.૬૦ લાખ
કયુસેકસ કરવામાં આવેલ. આ સમગ્ર સંચાલન દરમ્યાન હેઠવાસના વહીવટીતંત્રને અને તેઓ
ધ્વારા પ્રજાને આગોતરી જાણ તેમજ ચેતવણી આપવામાં આવેલ. તા.૨૮ ઓગષ્ટના સવારે ૮:૦૦
વાગે સરદાર સરોવરમાં ૨૩૪૩ મીલીયન ઘનમીટર પાણીનો સંગ્રહ થઈ શકે તેવી સ્થિતી હતી
પરંતુ તા.૨૮/૮ થી ૩/૯ સુધીમાં ૧૦,૦૦૦ મીલીયન ઘનમીટર કરતાં વધુ પાણીનો આવરો
સરદાર સરોવરમાં નોંધાવા પામેલ. આમ છતાં મહદ અંશે ડેમમાંથી છોડાતું પાણી ૧૦ લાખ
કયુસેકસથી વધે નહી તે રીતે અને વધુમાં ૧૦.૭૨ લાખ કયુસેકસ સુધી મર્યાદીત રાખીને
સમગ્ર સંચાલન પાર પાડવામાં આવ્યું હતું.
સરદાર સરોવરના કિસ્સામાં આ બાબતનું પણ પૂરતું ધ્યાન રાખી સંચાલન કરવામાં આવેલ છે.
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા