PM મોદીની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરવા તૈયાર છે, તે આવતીકાલે આ મામલે સુનાવણી કરશે. કોર્ટે અરજદારને અરજીની નકલ પંજાબ સરકારને સોંપવા કહ્યું હતું. વરિષ્ઠ વકીલ મંદિર સિંહે ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિનો મુદ્દો ઉઠાવ્યો હતો, મનિન્દર સિંહે કહ્યું હતું કે ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તેની ખાતરી કરવી જોઈએ.પ્રધાનમંત્રી મોદીની પંજાબની મુલાકાત દરમિયાન સુરક્ષામાં એક મોટી ચૂક થતા ભારે હોબાળો મચ્યો છે. આ ઘટનાની ગંભીર નોંધ લેતા કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી પંજાબના બઠિંડા અને ફિરોજપુરમાં રેલીને સંબોધિત કરવાના હતા. હુસૈનવાલામાં નેશનલ માર્ટર મેમોરિયલથી લગભગ 30 કિલોમીટર દૂર એક ફ્લાયઓવર પર પ્રધાનમંત્રીનો કાફલો પહોંચ્યો ત્યારે ફ્લાયઓવરથી થોડે દૂર કેટલાક પ્રદર્શનકારીઓ દ્વારા રોડને બ્લોક કરેલો જોઈને SPG હરકતમાં આવી ગઈ હતી અને લગભગ પ્રધાનમંત્રી મોદી તથા તેમના કાફલાને લગભગ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ રહેવું પડ્યું હતું.
Related Posts
આજના મુખ્ય સમાચારો. – 😷વિનોદ મેઘાણી😷
🌞તા. ૧૪/૦૪/૨૦૨૧🌞
સુરતમાં નમો કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂકોંગ્રેસ ખોટી ધમકી આપવાનું બંધ કરે :પાટીલસી.આર.પાટીલે આઈસોલેશન સેન્ટરને ખુલ્લુ મૂકીને પાટીલે ઈન્જેક્શન મુદ્દે પ્રતિક્રિયા…
બ્રેકીંગ તાપી માં લગ્ન સમારંભ પર હાઇકોર્ટે એ લીધેલી નોંધ નો મામલો..
બ્રેકીંગ તાપી માં લગ્ન સમારંભ પર હાઇકોર્ટે એ લીધેલી નોંધ નો મામલો.. કોર્ટ માં રાજ્ય સરકાર વતી સરકારી વકીલ નું…
અમદાવાદમાં ઓમિક્રોન પ્રથમ કેસ નોંધાયો છે.
અમદાવાદ : અમદાવાદમાં ઓમિક્રોન પ્રથમ કેસ નોંધાયો છે. પોઝીટીવ આવનાર 48 વર્ષીય પુરૂષ લંડનથી દુબઇ થઈ અમદાવાદ આવેલ હતા. દર્દીને સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન…