રાજપીપળા,તા. 2
નર્મદા ડેમના પાણી નર્મદા નદીમાં છોડતા નર્મદા કાંઠાના ગામોમાં પાણી ફરી વળતા ગરુડેશ્વર દત્ત મંદિર પરિસરને ભારે નુકસાન થયું છે.જેમાં નર્મદેશ્વર મહાદેવનું મંદિર આખેઆખું પાણીમાં ગરકાવ થયા ઉપરાંત સમાધિ મંદિર,રંગકુટિર પણ પાણીમાં ગરકાવ થઇ જવા પામ્યું હતું.એટલું જ નહીં અવધૂત નિવાસની પાછળનો ભાગ પણ ઘસડી પડ્યો છે.આમ ભગવાનના ધામમાં નુકસાન થતાં હવે નર્મદાના પ્રકોપને શાંત કરવા ભક્તોએ પાર્થના પૂજા કરી, નર્મદા મૈયાને હવે ખમૈયા કરવા પ્રાર્થના કરવામાં આવી હતી. જેમાં ગરુડેશ્વર મંદિરમાં દિગંબરા મહારાજના સાનિધ્યમાં પૂરના પ્રકોપથી કોપાયમાન નર્મદાને પ્રાર્થના,પૂજા કરાઇ હતી.રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા