ગરૂડેશ્વર તાલુકાના સાઢિયા ગામના ગ્રાહકના ખાતામાંથી રૂ.4,58,595/- મારા એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ચકચાર.
હું બેંક.ઓફ.બરોડા માંથી શર્મા બોલું છું તમારું એકાઉન્ટ સીઝ થઈ ગયેલ છે જેથી તમારો આધાર કાર્ડ નંબર તથા એટીએમ કાર્ડ નંબર આપો તો તમારું ખાતું ચાલુ થઇ જશે એવા ફોન કરી અજાણ્યા ઇસમે ગ્રાહકને છેતર્યા.
મોબાઈલ ઉપર છ મેસેજ ના ઓટીપી નંબર મેળવી ગ્રાહકના ખાતામાંથી 4,58,595/- ઉપાડી ફરાર થઈ જતા છેતરપિંડીની ગરૂડેશ્વર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ.
ગરુડેશ્વર તાલુકાના સાઢીયા ગામે બનેલ ઘટના.
રાજપીપળા,તા. 20
હું બેંક.ઓફ.બરોડા માંથી શર્મા બોલું છું તમારું એકાઉન્ટ થી જ થઈ ગયેલ છે જેથી તમારો આધાર કાર્ડ નંબર તથા એટીએમ કાર્ડ નંબર આપો તો તમારું ખાતું ચાલુ થઇ જશે એવા ફોન કરી અજાણ્યા ઇસમે ગ્રાહકને વાતોમાં ભોળવી મોબાઈલ ઉપર છ મેસેજના ઓટીપી નંબર મેળવી ગ્રાહકના ખાતામાંથી 4,58,595/- ઉપાડી ફરાર થઈ જતા ગરુડેશ્વર તાલુકાના સાઢીયા ગામે ઘટના બનતા અંગે ગરૂડેશ્વર પોલીસ મથકમાં છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે ફરીયાદીની રવિન્દ્રકુમાર જગન્નાથ પ્રસાદ બંસલ (રહે,આશ્રમ સેવા રહે ભાગવત શિક્ષણ એ.વ. ગૌરક્ષા ટ્રસ્ટ આશ્રમ સાંઢિયા મૂળ રહે 102 બંસી મોટા બજાર વલ્લભવિદ્યાનગર તા જિ આણંદ )શર્મા નામના અજાણ્યા ઇસમ સામે ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી દેવેન્દ્ર કુમાર ના મોબાઈલ ઉપર મોબાઈલ નંબર ફોનથી તમે હું બેંક.ઓફ.બરોડા માંથી શર્મા બોલું છું તેમ કહી તમારું એકાઉન્ટ સીઝ થઈ ગયેલ છે.જેથી તમારો આધાર કાર્ડ નંબર તથા એટીએમ કાર્ડ નંબર આપો તો તમારું ખાતું ચાલુ થઇ જશે તેમ જણાવતા મેં એટીએમ નંબર તથા આધારકાર્ડ નંબર આપેલ અને મારા ફોન ઉપર ઓપીડી નંબર આવેલા તે ઓપીડી નંબર બરાબર દેખાતું નથી અને ઓપીડી નંબર આપવામાં તમે લેટ પડ્યા છો, તેમ કહી મારા મોબાઈલ ઉપર છ મેસેજના ઓપીડી મેળવી મારા બેંક ખાતામાંથી બેંક.ઓફ.બરોડા માંથી ઘર માં બોલું છું તેમ કહી ખોટું નામ ધારણ કરી મારા ખાતામાંથી રૂ.4,58,595/- મારા એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી સાથે વિશ્વાસઘાત ઠગાઈ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રીપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા