155 હેકટર જમીનમાં પાકોને નુકસાન થતા વળતરની માંગ.
રાજપીપળા, તા.2
નર્મદા નદીમાં પાણી છોડવાને કારણે કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ફરી વળતા તબાહી સર્જાઇ છે. હવે ખેડૂતોના પાકને થયેલ નુકસાન અને નુકસાની સામે વળતરની માંગ શરૂ થઈ છે. જેના અનુસંધાને
દેડીયાપાડા વિસ્તારના ખેડૂતોના મહામૂલો ઉભો પાક પણ વરસાદમાં ધોવાઇ જતાં ભારે નુકસાન થવા પામ્યું છે.જે પાકોના નુકશાની બદલ યોગ્ય વળતર માટે ખેડૂતો અને ગ્રામજનો દ્વારા નર્મદા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
જેમાં દેડીયાપાડા તાલુકાના પૂર્વ વિસ્તારના ગામોમાં કણજી,વાંદરી, માથાસર, સુરપાન, ડુમખલ, કોકમ, ચોપડી સહિતના ગામોમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોને 155 હેક્ટર જેટલી જમીનમાં પાકને નુકસાન થયું છે.કોરોનાવાયરસના કારણે મંદીનો માહોલ વધુ હોવાને કારણે ખેડૂતોને ખર્ચ કરીને વ્યાજ દરે મોંઘા ભાવનું બિયારણ અને ખાતર ખરીદી કરી વાવણી કર્યા બાદ ખેડૂતોને 80 થી 85 દિવસના પાકો જેવા કે મકાઈ, જુવાર, બાજરી, વાવણી ડાંગર તુવેર જેવા પાકોનું 90% પાકોને નુકસાન થયું છે.જેના કારણે ખેતી આધારિત જીવન ગુજારતા ખેડૂતોને ખૂબ જ ગંભીર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.આથી આપને નમ્ર અરજ કે ખેડૂતોને પાક નુકસાનીનું વળતરની માંગણી કરવામાં આવી છે.
રિપોર્ટ : જ્યોતિ
જગતાપ, રાજપીપળા