તિલકવાડા તાલુકાના પહાડ ગામે આવેલ નદીના પુલ પરથી પસાર થતી ટ્રક પલ્ટી ખાઇ જતા અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજા.

પરચુરણ સામાન ભરીને જતી ટ્રકના સામાન તથા ટ્રકને ભારે નુકસાન.
તિલકવાડા તાલુકાના પહાડ ગામે આવેલ નદીના પુલ પરથી પસાર થતી ટ્રક પલ્ટી ખાઇ જતા અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઇજા થવા પામી હતી. જેમાં પરચુરણ સામાન ભરીને જતી ટ્રકના સામાનને તથા ટ્રકને ભારે નુકસાન થયાની ફરિયાદ નોંધાઇ છે.આ બાબતે
તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ રીછપાલબિશ્ર્નોઈ રાજારામ બિશ્ર્નોઈ (રહે પીથરાસર 110 વોર્ડ નંબર -11 તા.નોખા જી. બિકાનેર રાજસ્થાન હાલ રહે અમદાવાદ લાંભા ટર્નિગ રિસીટ રેસીડન્ટ નારોલા) એ આરોપી જવાહરલાલ યાદવ મોહન યાદવ (રહે, અમદાવાદ નરોલા મૂળ રહે બહુરામ બઢઈ તા.સેજપુર જી. ગાજીપુરા ઉત્તરપ્રદેશ ) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી રીછપાલબિશ્ર્નોઈ ટ્રક નંબર જીજે 07 સીજે 9389 માં અમદાવાદ અસલાલી થી પરચુરણ માલસામાન ભરીને અમદાવાદ થી નીકળી નાગપુર મહારાષ્ટ્ર જતા હતા તે વખતે ડભોઇ તિલકવાડા રોડ પર આવેલ પહાડ ગામ નજીક આવેલ નદીના પુલ ઉપર પોતાની કબજાની ટ્રક જાતે બેફિકરાઈ અને ગફલતભરી રીતે ચલાવતા રોડ ઉપર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકને તેમજ ટ્રકમાં ભરેલો પરચુરણ સામાનને નુકસાન થયેલ તેમજ ટ્રક ચાલકને ગંભીર ઇજાઓ થતા તિલકવાડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.