*એક ભારત શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત EBSB કલબની સ્થાપના કરાઇ*

ભાવનગર જેવી રીતે સરદાર વલ્લભભાઇ પટેલ એક ભારત બનાવ્યું તો તેને શ્રેષ્ઠ ભારતના કઇ રીતે બનાવવું ? એના અંતર્ગત એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સિધ્ધિ કરવા ગુજરાત અને છતીસગઢ રાજ્ય વચ્ચે સાંસ્કૃતિક અને વૈચારિક આદાન-પ્રદાન માટે આયોજન ઘડાયું છે. જેના ભાગરૂપે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત કલબની સ્થાપના આજરોજ તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ કુલપતિ દ્વારા કરવામાં આવી હતી.