*ખોટું પ્રમાણપત્ર રજૂ કરીને પ્રમોશન મેળવનાર એસઆરપીને પાંચ વર્ષની કેદ*

વડોદરા લાલબાગ એસઆરપી ગૃપમાં સિનિયર કલાર્ક તરીકે નોકરી કરતા કર્મચારીએ પ્રમોશન મેળવવા માટે કોમ્પ્યુટરની સી.સી.સી. પરીક્ષાનું બનાવટી સર્ટિફિકેટ મૂક્યું હતું. જે કેસ ચાલી જતા મેજિસ્ટ્રેટે આરોપીને પાંચ વર્ષની સખત કેદ કરી છે. આ અંગેની વિગત એવી છે કે, આજવારોડ હરિકૃષ્ણ ટાઉનશીપમાં રહેતા વસંતકુમાર જેસીંગભાઇ સમાજપતિ એસઆરપી ગૃપ-૧ લાલબાગ વડોદરા ખાતે સિનિયર કલાર્ક તરીકેનું પ્રમોશન મેળવવા માટે સી.સી.સી. પરીક્ષા પાસ કરી હોવાનું પોલિટેકનિક ફોર ગર્લ્સ અમદાવાદનું નકલી સર્ટિફિકેટ બનાવ્યું હતું. જે સર્ટિફિકેટ આરોપી કૃતલ હર્ષદભાઇ શાહ (રહે. રોશની ફલેટ પાલડી અમદાવાદ) મારફતે બનાવડાવ્યું હતું.