*સુરતમાં બહારના ફેરિયાઓને સિટીમાં વેચાણ કરવા પર પ્રતિબંધ મુકાશે*

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં દબાણની સમસ્યા અટકાવવા માટે ફેરિયાઓનું રજીસ્ટ્રેશન કરવા સાથે શહેરના જ ફેરિયાઓને વેચાણ કરવા દેવાની નીતિ બનાવવા કવાયત શરૃ થઇ છે. તંત્રએ હાલ ફેરિયાઓનો સર્વે શરૃ કરી દીધો છે તેના આધારે ફેરિયાઓના રજીસ્ટ્રેશન કરશે. સુરત શહેરમાં વસતા લોકો સુરતમાં જ્યારે સુડા વિસ્તારના લોકો સુડા વિસ્તારમાં વેચાણ કરી શકે તેવી નીતિ બનાવવા તૈયારી ચાલે છે.